બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 નવેમ્બર 2015 (18:05 IST)

કેન્દ્રની ગ્રાન્ટ કપાઇ

આ વર્ષે ગુજરાતને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં માત્ર ા.216.40 કરોડ આપવાનું નક્કી થયું છે, જેમાં પહેલા હપ્તા તરીકે હમણાં ા.108.20 કરોડ અપાયા છે. એક સમયે આ 100 ટકા ગ્રાન્ટવાળી કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં 100 ટકા લેખે 500-600 કરોડ મળતા હતા. 2012-13માં ા.611 કરોડ અને 2013-14માં ા.477 કરોડ અપાયા હતા. 2014-15નું વર્ષ ચૂંટણીનું હતું અને લેખાનુદાન લેવાયું હતું. એટલે એ વર્ષ ગણતરીમાં ના લઈએ તેમ છતાં એ વર્ષે મળેલા ા.290 કરોડ કરતાં પણ પોણોસો કરોડ આ વર્ષે ગુજરાતને ઓછા મળી રહ્યા છે. કૃષિ વિભાગની નેશનલ મિશન ઓફ ઓઈલ સીડસની યોજનામાં પણ કાપ લદાઈ રહ્યો છે.

કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ પૈકી બે ડઝનથી વધુ મોટી યોજનાઓની કેન્દ્રીય ગ્રાન્ટમાં ઘટાડો કરવા માટે દોઢ વર્ષ પૂર્વે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિનો રિપોર્ટ હજી જાહેર કરાયો નથી. અલબત, આ યોજનાઓમાં 50-60 ટકા ધોરણે કેન્દ્રીય ગ્રાન્ટ અત્યારે ફાળવાઈ રહી છે.