ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર, , શનિવાર, 16 એપ્રિલ 2016 (13:00 IST)

નકલી નોટો સૌથી વધારો ગુજરાતમાં આવે છે

ગુજરાત દેશ વિરોધી તત્વો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં નોટો સાથે ઓરોપીઓ ઝડપાયા છે. જ્યારે આ તમામ નોટ ઘુસાડવા માટે રૂટ પણ બદલાયો હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું છે. અમદાવાદ એસઓજી દ્વારા વર્ષ ૨૦૧૫માં ૪ ગુના દાખલ કરી ૮૫ લાખ ૩૭ હજારની નકલી નોટો કબ્જે કરી હતી. શહેરમાં ગુનેગારો નકલી નોટો ફરતી કરી દેતા હોય છે જે બાદ નકલી નોટ જ્યારે કોઇ વ્યક્તિ બેંકમાં જમા કરાવે છે. તેની જાણ બેંક અધિકારીને થાય છે ત્યારે અધિકારીઓ એસઓજીને જાણ કરતા હોય છે. જે બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરે છે. થોડા સમય અગાઉ એસઓજી દ્વારા નકલી નોટો સાથે દેશના સૌથી મોટા સુત્રઘારને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો હતો. જે બાદ એટીએસ દ્વારા
પણ લાખોની નકલી નોટો સાથે આરોપી ઝડપી લીધા બાદ વધુ એક વખત એટીએસ દ્વારા અંદાજે દોઢ કરોડની નકલી નોટો સાથે એક આરોપી ઝડપાયો હતો. દેશમાં અલગ-અલગ જગ્યાએ નકલી નોટો ઘુસાડવામાં આવે છે. 

પશ્વિમ બંગાળના માલદા જિલ્લા પાસે આવેલી બોર્ડરથી નકલી નોટો ઘુસાડવામાં આવતી હતી. જે બાદ નેપાવ બોર્ડરનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો. ઘણા એવા પણ કિસ્સા છે કે જેમાં રાજસ્થાન અને પંજાબ બોર્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નકલી નોટો ઝડપાય છે એમાં દેશી બનાવટ અને દુશ્મન દેશથી બનીને આવતી એમ બે અલગ પ્રકારની નોટ હોય છે. દેશી બનાવટની નોટની ક્વોલીટી બહુ સારી નથી હોતી જેથી તે તુરંત જ પકડાઇ જતી હોય છે. જ્યારે દુશ્મન દેશથી બનીને આવતી નકલી નોટો ખુબ સારી હોય છે જેથી તેને પારખવીએ મુશ્કેલ હોય છે. ત્યારે આપણી ચલણી નોટ જેવા પેપર એજન્સી પાસેથી દુશ્મનો ખરીદી કરે છે જેમાંથી નોટ બનાવાય છે.

એક તરફ ભારત સરકાર દેશના અર્થતેત્રને ઉંચુ લાવવા પ્રયાસ કરી દેશના અર્થ તંત્રને ખોખલુ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દેશની સીમાઓ વધુ સુરક્ષિત કરી દેશના અર્થતંત્રને ખોખલુ થતા રોકવામાં આવે