શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (16:44 IST)

ગુજરાતનું વર્ષ 2015-16નું બજેટ વિધાનસભામાં રજૂઃ જાણો શુ શુ છે જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી સૌરભભાઈ પટેલે તેમનું બીજું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2015-16ના આ બજેટમાં સામાજિક યોજનાઓ માટે 38,484કરોડની ફાળવણી કરવામાં આવી હતી તો સરદાર સરોવર યોજના માટે 9,000 કરોડની જોગવાઈ તેમજ નર્મદા ડેમ ઉપર ગેટ મુકવા માટે ર૧૬ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે તેની સાથે સરદાર સરોવર ડેમ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે 915 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે.

આજે વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણાંમંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાત સરકારેનું વર્ષ 2015-16નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહેસુલી આવક 10,92,295.15 કરોડ, મહેસુલી ખર્ચ 1,01,986.68 કરોડ, મહેસુલી હિસાબ પર પુરાંત 7,308.47, મુડીની આવક 25,121.89 કરોડ સાથે 124.95 કરોડના પુરાંતનો અંદાજ બજેટમાં રાખવામાં આવ્યો છે. આ બજેટમાં શિક્ષણ, આદિજાતિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય ક્ષેત્રે ગત વર્ષના બજેટ કરતાં મોટી રકમ ફાળવવામાં આવી છે. ત્યારે ગુજરાતની વાર્ષિક યોજનાઓનું કદ 7,95,295.11 કરોડ રાખવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહત્વના એવા સરદાર સરોવર પ્રોજેકટ માટે નવ હજાર કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. જ્યારે નર્મદા ડેમ ઉપર ગેટ મુકવા ૨૧૬ કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૯૧૫ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે 2238 કરોડની જોગવાઈ અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે 2102 કરોડની તેમજ સબમાઈનોર કેનાલ માટે 2100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હજુ નાણાંમંત્રી સૌરભભાઈ પટેલ વિધાનસભાગૃહમાં બજેટ ઉપર છણાવટ કરી રહયા છે.

ગુજરાત સરકાર સામાજિક સેવાઓ માટે ૩૮૪૮૪.૧૫ કરોડ ખર્ચશે

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી સૌરભભાઈ પટેલે  રજૂ કરેલા વર્ષ ર૦૧૫-૧૬ના બજેટમાં રાજ્યની ૧રમી પંચવર્ષીય યોજના રૃા.ર૮૩૬૨૩ કરોડના અંદાજિત કદની સામે પ્રથમ વર્ષે એટલે કે ર૦૧૫-૧૫ સુધી ૧.૮૧૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તો વર્ષ ર૦૧૫-૧૬ માટે આ જોગવાઈ વધારીને ૭૯૨૯૫ કરવામાં આવી છે જેમાં વિવિધ વિભાગો ઉપર નજર કરીએ તો        

(રૂા.કરોડમાં)  કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ


૪૬૬૦.૧૧       ગ્રામિણ વિકાસ


૨૨૩૮.૭૪        ખાસ વિસ્તાર કાર્યક્રમ


ર૧૬.૮૪         
સિંચાઈ અને પુલ નિર્માણ

૧૩૯૩૭.૧૯      ઉર્જા
   
૬૬૩૦.૦૨       ઉદ્યોગ અને ખનીજ

ર૭૬૬.૬૮     પરિવહન

૬૫૬૮.૨૮    સંદેશા વ્યવહાર

૧૦૦૦.૪૩   વિજ્ઞાાન અને પ્રોદ્યોગિકીકરણ

૫૫૭.૫૩     સામાન્ય આર્થિક સેવાઓ

૨૧૧૭.૧૫   સામાજિક સેવાઓ

૩૮૪૮૪.૧૫   સામાન્ય સેવાઓ

૧૧૭.૯૯     -

૭૯૨૯૫.૧૧  ઉર્જા માટે ૬૬૩૦ કરોડની જોગવાઈ તો વાહન વ્યવહાર માટે  ૬૫૬૮ કરોડ ફાળવાયા.

ગુજરાત સરકાર સ્વાસ્થ્ય કલ્યાણ માટે ૭૮૨૧.૬૩ કરોડ વાપરશે

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી સૌરભભાઈ પટેલે  રજૂ કરેલા વર્ષ ર૦૧૫-૧૬ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૭૮૨૧.૬૩ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. જેમાં અંતરીયાળ ગામો સુધી આરોગ્ય કેન્દ્રોનો વ્યાપ વધારવા માટે ૧૦૩૫ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો શરૃ કરવાનું નક્કી કરાયું છે જે માટે સરકાર ૩૮.૧૯ કરોડ રૃપિયા ખર્ચશે તો રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં ૧૧૦ નવી એમ્બ્યુલન્સ પણ આ વર્ષથી શરૃ કરવામાં આવશે જે માટે ૧૬.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં લેબોરેટરી અને રેડીયોલોજીના આધુનિક સાધનો ખરીદવા માટે ર૩૧.૭૦ કરોડ અને રાજ્યમાં દસ જેટલી સરકારી હોસ્પિટલોમાં આ વર્ષથી હોમોડાયાલિસિસ સેવા શરૃ કરવા ૧૫૦ કરોડની જોગવાઈ બજેટમાં રાખવામાં આવી છે.