ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2017 (17:11 IST)

ગુજરાતમાં 1.23 લાખ હેક્ટરમાં વાવેતરથી બટેટાનો મબલક પાક

ગુજરાતની ગૃહિણીઓની રસોઇમાં ભરપુર વપરાચાં બટાટા 2017ના વર્ષમાં પણ સ્થાન જમાવશે., કારણ કે..બટાકા, પોટેટોના નામે ઓળખાતો આ પાક ગુજરાતમાં આ વર્ષે પણ મબલક પ્રમાણમાં લેવાયો છે. આ વર્ષે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં બટાકાનું વાવેતર 18 ટકા વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં બટાટાનું વાવેવર ઓલટાઇમ હાઇ પર આ સાથે પહોંચી ગયું છે.  સાથે જ બટાટાના વાવેવરમાં ઉપયોગમાં લેવાતી જમીનમાં 30 ટકા વધુ જમીન ઉપયોગમાં લેવાઇ રહી છે. બટાકાની સાથે ઇસબગુલ, જીરું અને ધાણાના પાકમાં પણ આ પહેલાં ન જોવાયો હોય એવો મોટો બમ્પર પાક લેવામાં આવી રહ્યો છે.રાજ્યમાં સરેરાશ કુલ 93,400 હેક્ટર વિસ્તારમાં બટેટા વાવવામાં આવે છે તેમાં 2015માં વધારો થઈને 1.07 લાખ હેક્ટર વિસ્તાર થયો હતો. અને તેમાં પણ આ વર્ષે વધારો નોંધાઇને રાજ્યમાં બટેટાનો કુલ વાવેતર વિસ્તાર 1.23 લાખ હેક્ટર નોંધાયો છે એટલે કે બટેટાએ ગુજરાતની વધુને વધુ જમીનમાં ફેલાવો કર્યો છે. આ કારણે રાજ્યમાં આ વર્ષે બટેટાનો સુપ બમ્પર પાક થાય તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ બટેટાનું વાવેતર કરવામાં આવે છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટેટાના બમ્પર પાક પછી કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ પણ વિકસી હોવાથી ખેડૂતો પોતાનો પાક માગ પ્રમાણે સપ્લાય કરી શકવાની સગવડ મેળવી શકે છે. જેને લઇને રોકડીયા શાકભાજીના વાવેતરમાં ખેડૂતો રસ લઈ રહ્યાં છે