ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2016 (11:44 IST)

નોટબંધીના 22 દિવસ - HDFCની બ્રાંચોમાં એક અઠવાડિયાથી કેશ જ આવી નથી

નોટબંધીના 22 દિવસો વિતી ગયા છે. ત્યારે હવે લોકોના પગાર થવાની તૈયારીમાં છે. અમદાવાદ સહિત ગુજરાતની અનેક બેંકોમાં હજીએ રોકડા ઉપાડવાનો કકળાટ પુરો થયો નથી. અમદાવાદની એચડીએફસી બેંકના કર્મચારીઓ પોતાના ખાતેદારોને પાછા ધકેલી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે એક અઠવાડિયાથી કેશ જ આવી નથી. ક્યાંથી પૈસા લાવીએ, રોજની 100 ડિપઝિટ થાય છે એમાં પણ જુની નોટો લોકો પોતાના ખાતામાં જમા કરાવે છે. આવું અમદાવાદની પ્લેટિનમ પ્લાઝાના એક કર્મચારીએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું.  ગત સોમવારે આવેલી કેશ એટીએમમાં ઠાલવવાની તેમની વાતો ગળે ઉતરે એવી નથી. પણ શું આ ખરેખર બેંકમાં કેશ આવી જ નથી કે જે આવી તેની ગોઠવણ થઈ ગઈ આવા સવાલો નાની રકમ ઉપાડવા માટે આવેલા ખાતેદારો ચર્ચી રહ્યાં છે. એક ખાતેદાર તો રીતસર બેંકની બહાર એવું કહી રહ્યો હતો કે આ બેંકમાં છેલ્લા અઠવાડિયાથી પૈસા આવ્યાં નથી, બેંકના નવરંગપુરા હેડક્વાર્ટર ખાતે પણ કેશના ધાંધિયા છે. હવે લોકોએ પૈસા લેવા માટે ક્યાં જવું કારણ કે HDFC બેંકના તમામ એટીએમ બંધ છે એકપણ એટીએમમાં પૈસા નથી. સરકાર કેશલેશના સપના જુએ છે પણ જે લોકો પાસે પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા છે પણ ખાવા માટે મળી શકે એમ નથી તો આવી સ્કીમ કઈ રીતે ઉપયોગી થઈ શકે એવું મહિલાઓમાં પણ ચર્ચાઈ રહ્યું છે.