મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સ્વિટઝરલેંડ. , બુધવાર, 21 જાન્યુઆરી 2015 (12:09 IST)

પીએમ મોદીએ ભારતને દુનિયાનો બીજો સૌથી વિશ્વાસપાત્ર દેશ બનાવ્યો ?

ભારત દુનિયાનો સૌથી વિશ્વાસપાત્ર દેશની રેસમાં આગળ નીકળીને બીજા ક્રમાંક પર પહોંચી ગયુ છે. તાજેતરમાં જ એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેનો આધાર દેશના સંસ્થાનોમાં બતાવવામાં આવેલ વિશ્વાસ હતો. ગયા વર્ષે થયેલ આ સર્વેમાં ભારત પાંચમાં પગથિયે હતુ. જે હવે ત્રણ પગથિયા ઉપર આવી ગયુ છે. 
 
જેનો મતલબ છે કે ભારત વિશ્વાસની કસોટી પર ખરુ ઉતરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે થયેલ સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપા સરકારના સત્તામાં આવવાથી ભારતની સ્થિતિમાં આ સકારાત્મક ફેરફાર આવ્યો છે. આ સર્વે પીઆર. ફર્મ એકડેલમૈનએ રજુ કર્યો છે. જેમા ભારતને 79 ટકા અંક સાથે બીજા નંબર પર સ્થાન મળ્યુ છે. 
 
આ સર્વેમાં બતાવાયુ છે કે દુનિયાના શિક્ષિત વર્ગમાં સંસ્થાનોને લઈને વિશ્વાસમાં કમી આવી છે. આ વર્ષે આવેલ પરિણામ 2009 પછી નીચલા સ્તર પર છે.  2015ના આ સર્વેમાં વિશ્વાસપાત્ર દેશોની સંખ્યા ફક્ત 5 રહી. જે અત્યાર સુધી સૌથી ઓછી સંખ્યા છે. આ દેશોમાં યુએઈ, ભારત,ચીન, અને નીધરલેંડનો સમાવેશ છે.