શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2015 (13:21 IST)

વિશ્વની 2000 શક્તિશાળી કંપનીઓમાંથી 56 ભારતમાં - ફોર્બ્સ

વિશ્વની 200 સૌથી મોટી અને શક્તિશાળી સૂચીબદ્દ કંપનીઓમાંથી 56 ભારતમાં છે. આ વાત ફોર્બ્સની વાર્ષિક યાદીમાં કહેવામાં આવી છે. જેમા 579 કંપનીઓ સાથે અમેરિકા ટોચ પર છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયંસ ઈંડસ્ટ્રીઝ ફોર્બ્સની 2015ની ગ્લોબલ 2000 યાદીમાં 56 ભારતીય કંપનીઓમાં અગ્રણી છે. 
 
આ યાદીમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી છે અને તેનાથી સ્પષ્ટ છે કે વર્તમાન વૈશ્વિક વેપાર પરિદ્રશ્યમાં અમેરિકા અને ચીન પ્રભુત્વની સ્થિતિમાં છે. સતત બીજા વર્ષે એક થી 10 કંપનીઓમાં બંને દેશોનુ જ સ્થાન છે. 
 
ફોર્બ્સે કહ્યુ કે પહેલીવાર ચીનની ચાર સૌથી મોટી બેંક ટોચ સ્થાન પર છે. ચીનમાં વિશ્વની 232 સૌથી મોટી કંપનીઓ છે.  અને આ પહેલીવાર જાપાનને પાર કરી અન્ય દેશોથી આગળ વધી ગઈ છે.  બીજી બાજુ 218 કંપનીઓ સાથે જાપાન ત્રીજા સ્થાન પર આવી ગયુ. ભારતે ગયા વર્ષની યાદીમાં બે વધુ કંપનીઓ જોડી. 
 
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ આ યાદીમાં 142માં સ્થાન પર છે. જે ગયા વર્ષના 135મા સ્થનાથી નીચે છે.  રિલાયંસનુ બજાર મૂલ્યાંકન 42.9 અરબ ડોલર અને વેચાણ 71.7 અરબ ડોલર રહ્યુ. રિલાયંસ પછી ભારતીય સ્ટેટ બેંક બેંકનુ સ્થાન રહ્યુ. જે 152મું સ્થાન છે અને તેનુ બજાર મૂલ્યાંકન 33 અરબ ડોલર છે. 
 
જે અન્ય ભારતીય કંપનીઓએ આ યાદીમાં સ્થાન બનાવ્યુ તેમા ઓએનજીસી(183), ટાટા મોટર્સ(263), આઈસીઆઈસીઆઈ બેંક (283), ઈંડિયન ઓઈલ(349), એચડીએફસી બેંક (376), એનટીપીસી(431), ટીસીએસ (485), ભારતી એયરટેલ(506) એક્સિસ બેંક (558). ઈંફોસિસ (672) ભારત પેટ્રોલિયમ (757) વિપ્રો (811) ટાટા સ્ટીલ (903) અને અડાણી એંટર પ્રાઈજેજ (944)નો સમાવેશ છે.