મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2016 (11:23 IST)

બ્રિટનના નિર્ણયે ભારતીય શેર બજારને પછાડ્યુ, સેંસેક્સ 940 અંકોથી ગબડ્યુ

યૂરોપિયન યૂનિયનથી બ્રિટન વેગળુ થઈ ચુક્યુ છે. શુક્રવારે આ નિર્ણયના પરિણામોની અસર દુનિયાભરના શેર બજાર પર પડી. ભારતીય સેંસેક્સ સવારે 940 અંકોના ઘટાડા સાથે ખુલ્યુ. જો કે પછી આ આંકડો 1000 સુધી પહોંચી ગયો. બ્રિટનની કરંસી પાઉંડ 31 વર્ષના પોતના ન્યૂનતમ સ્તર પર છે. બીજી બાજુ ભારતીય બજારમાં બધા સ્ટૉક્સ નીચે ઉતરી ગયા છે. 
 
 
શુક્રવારે સવારે સેંસેક્સ 948.54 અંક ગબડીને 27 હજારના માર્કથી નીચે 26,053.68 પર ખુલ્યો.  નિફ્ટીએ પણ બ્રિટનના તોફાનમં પોતાના 281.50 અંક ગુમાવતા વેપાર શરૂ કર્યો. જે વધીને 318 અંકો સુધી પહોંચ્યો. આ સાથે જ દેશના વેપારમાં ઈફોસિસ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાટા સ્ટીલ અને ભારતી ફોર્જ જેવા દિગ્ગજ કંપનીઓના શેયર્સના ભાવ ગબડવા માંડ્યા છે.  
 
ડોલર સામે રૂપિયો 96 પૈસા નબળો પડ્યો છે. જાપાનનો સ્ટોક એક્સચેંજ પણ 8 ટકા ગબડી ગયો.