ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 8 ઑક્ટોબર 2016 (14:39 IST)

એક પૈસામાં 10 લાખના વીમા પછી રેલ યાત્રીઓને મળશે હવે મોબાઈલ અને લેપટોપ માટે ઈશ્યોરેંસ પોલીસી

એક પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો શરૂ થયા પછી રેલ મુસાફરોને એક વધુ ભેટ મળવાની છે રેલવે હવે પોતાના પૈસેંજર્સને મોબાઈલ ફોન અને લૈપટોપ માટે પણ ઈશ્યોરેંસ પોલીસી રજુ કરવા જઈ રહી છે. ઈંડિયન રેલવે કૈટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC)ના ચેયરમેન અને એમડી એકે મનોચાએ જણાવ્યુ કે આ સંબંધમાં આઈ.આર.સી.ટી.સી. ના ઓફિસરો અને વીમા કંપનીઓ વચ્ચે પ્રથમ રાઉંડની મીટિંગ થઈ ચુકી છે.  ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસી 92 પૈસામાં લાઈફ ઈંશ્યોરેંસ પોલીસી પહેલા જ આપી ચુક્યુ છે. 
 
મનોચાના મુજબ ફરજી દાવાને લઈને વીમા કંપનીઓની કેટલીક પરેશાનીઓ છે. જેના વિશે અમે તેમને કેટલીક સલાહ આપી છે શરૂઆતમાં અમે ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ અને સરકારી કર્મચારીઓને આ પોલીસી આપવાનો આઈડિયા આપ્યો છે. મનોચાએ આશા બતાવી કે રેલ એક્સીડેંટ સાથે જ ચોરી મામલો પણ આ પ્લાન હેઠળ કવર થશે.  આઈઆરસીટીસીએ ગયા મહિને માત્ર 92 પૈસામાં પેસેંજર્સ માટે ઑપ્શનલ ઈંશ્યોરેંસ પ્લાન લોંચ કર્યો હતો.  જેના હેઠળ પેસેંજર્સને 10 લાખ રૂપિયા સુધીના વીમાની સિક્યોરિટી આપવામાં આવી છે.