ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 મે 2016 (23:49 IST)

ટેક્સ ચુકવવામા પણ આપણે પાછળ, ભારતમાં માત્ર 1 ટકા વસ્તી ચૂકવે છે

માત્ર 1 ટકા વસ્તી ચૂકવે છે ટેક્સ, 5000 લોકોએ 1 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા પારદર્શકતા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે ગત 15 વર્ષના પ્રત્યક્ષ કરના આંકડાઓને જાહેર કર્યા છે. ભારતની કુલ વસતીના એક ટકા નાગરિકો જ કરવેરા ચૂકવે છે. આ પૈકી 5,430 જેટલા કરદાતા રૂપિયા એક કરોડથી વધુ વેરાની ચુકવણી કરે છે. વર્ષ 2012-13નાં આકારણી વર્ષના સરકાર દ્વારા જાહેર થયેલા અંકોના આધારે આ હકીકત જાણવા મળે છે. સરકાર દ્વારા  પ્રત્યક્ષ કરવેરા અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તેમાં વર્ષ 2012-13 માટે કરદાતાઓના વ્યક્તિગત અંકો જાહેર થયા છે.

વર્ષ 2012-13ના અંકો જોતાં તે વર્ષમાં 2.87 કરોડ નાગરિકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાં હતાં પરંતુ તે પૈકી 1.62 કરોડ કરદાતાએ જ વેરો ભર્યો હતો, અર્થાત્ વેરો ભરનારા નાગરિકોની સંખ્યા 1.25 કરોડ એટલે કે તત્કાલીન 123 કરોડની વસતીના 1 ટકા જેટલી જ રહી હતી, આ પૈકી 89 ટકા કરદાતાએ રૃપિયા દોઢ લાખથી ઓછો વેરો ભર્યો હતો, રૂપિયા 100થી 500 કરોડ વચ્ચે વેરો ભરી ચૂકેલા ત્રણ કરદાતાએ કુલ રૃપિયા 437 કરોડનો આવકવેરો ભર્યો હતો. 5,430 જેટલા કરદાતાએ રૂપિયા એક કરોડ કરતાં વધુ વેરો ભર્યો હતો. 5000 કરદાતાએ સરેરાશ એકથી પાંચ કરોડનો વેરો ભર્યો હતો. વર્ષ 2000-01માં આવકવેરાની થયેલી રૂપિયા 31,764 કરોડની આવક સામે વર્ષ 2015-16માં રૂપિયા 2.86 લાખ કરોડ જેટલી નવ ગણી આવક નોંધાઈ હતી.