શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (16:01 IST)

હવે રેલવે બજેટ પણ સામાન્ય બજેટ સાથે રજુ થશે, 92 વર્ષ જૂની પરંપરા ખતમ, રેલવેના 10 હજાર કરોડ બચી શકે છે

રેલ બજેટ હવે સામાન્ય બજેટ સાથે રજુ થશે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવાર થયેલ કેબિનેટની મીટિંગમાં રેલ બજેટના સામાન્ય બજેટમાં મર્જરને મંજુરી આપવામાં આવી.  આ સાથે જ સરકારે 92 વર્ષ જૂની પરંપરા ખતમ કરવાનો નિર્ણય લીધો. સૂત્રો મુજબ કેબિનેટે બજેટની તારીખ બદલવાનો નિર્ણય પણ કર્યો છે.  એવુ કહેવાય રહ્યુ છે કે મર્જ કરેલુ બજેટ 28 ફેબ્રુઆરીને બદલે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થઈ શકે છે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આનાથી ખોટમાં ચાલી રહેલ રેલવેને 10 હજાર કરોડ રૂપિયા બચી શકશે.  રેલ બજેટને સામાન્ય બજેટથી અલગ રજ કરવાની પરંપરા 1924માં શરૂ થઈ હતી. જાણો મર્જર સાથે જોડાયેલ મોટી વાતો અને મોદી સરકારના આ પગલાની શુ થશે અસર.. 
 
1. હવે આગામી નાણાકીય વર્ષ મતલબ 2017-18 માટે વર્ષ 2017માં ફક્ત સામાન્ય બજેટ જ સંસદમાં રજુ કરવામાં આવશે. આ ઉપરાંત એક વિનિયોજન ખરડો બનશે. જેનાથી રેલવેની સ્વાયત્તા પર કોઈ અસર નહી પડે. 
 
2. નાણાકીય મંત્રાલય જ હવે રેલ મંત્રાલયનું બજેટ નક્કી કરશે. પણ હજુ પણ બંને મંત્રાલયોના અધિકારોના ભાગલા બાકી છે. અને આ માટે શુ પ્રક્રિયા બનશે તેને નક્કી કરવાની પણ બાકી છે. 
 
3. સામાન્ય બજેટમાં રેલવેના રોકાન અને રોકાણ વગરના ખર્ચની વિગત બનશે. 
 
4. કેન્દ્રીય કેબિનેટે બજેટૅની સંપૂર્ણ પ્રક્રિયામાં જ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેના હેઠળ હવે સામાન્ય બજેટ રજુ કરવાની તારીખ વધુ પહેલા થઈ જશે. 
 
5. નાણાકીય અને રેલ મંત્રાલયની વચ્ચે આ વાત પર એક મત છે કે આવનારા દિવસોમાં ભાડામાં ઘટાડો અને વધારા માટે રેલ ટેરિફ અથોરિટી બનાવવામાં આવશે. 
 
6. જો રેલ બજેટને સામાન્ય બજેટમાં મેળવી દેવામાં આવે છે તો તેનાથી રોકડની કમીનો સામનો કરી રહેલ રેલવેને દર વર્ષે લગભગ 10 હજાર કરોડ રૂપિયાની બચત થશે. કારણ કે રેલ મંત્રાલયને આ રકમ ડિવિડંડ મતલબ લાભાંશના રૂપમાં આપવી પડે છે. 
 
7. સામાન્ય બજેટમાં રેલ બજેટના મર્જર પછી પણ રેલ મંત્રાલયને નવી રેલગાડીઓ અને પરિયોજનાના એલાનની છૂટ મળશે. 
 
8. નાણાકીય મંત્રાલય સાતમા વેતન આયોગને કારણે રેલ મંત્રાલય પર પડી રહેલ ભારે ભરકમ બોઝને ઉઠાવવામાં પણ મદદ કરશે. 
 
9. બંને બજેટના મર્જર પછી રેલવેના રાજસ્વ ખોટ અને મૂડી રોકાણને હવે નાણાકીય મંત્રાલયને ટ્રાંસફર કરી દેવામાં આવશે. 
 
10. રેલ મંત્રાલયને હવે નાણાકીય મંત્રાલય સામે ગ્રોસ બજેટરી સપોર્ટ માટે  વિનંતી નહી કરવી પડે 

શુ બોલ્યા ફાઈનેંસ મિનિસ્ટર 
 
- ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલીએ કહ્યુ, "રેલ બજેટને સામાન્ય બજેટ સાથે રજુ કરવામાં આવશે.  રેલવેની ફંકશનલ ઓટોનોમી બની રહે. આ વાતનુ ધ્યાન રાખવામાં આવશે. 
-  સામાન્ય બજેટમાં રેલની એક્સપેંડીચર અને નોન એક્સપેંડીચર ખર્ચની વિગત હશે. 
- રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ, "રેલવેને આનાથી શુ ફાયદો થશે. તેને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે સામાન્ય બજેટ સાથે જ રેલ બજેટ રજુ કરવામાં આવશે."
 
આવુ કેમ કરવામાં આવ્યુ ? 
 
- સૂત્રોના મુજબ આ કવાયદનો મકસદ રેલવેના કામકાજમાં સુધાર લાવીને તેને વધુ કારગર બનાવવાનો છે. 
- બજેટને સામાન્ય બજેટમાં મિક્સ કરવાથી રૂપિયાની પરેશાનીનો સામનો કરી રહેલ રેલવેને 10000 કરોડ રૂપિયાની બચત થશે કારણ કી ત્યારે તેને કેન્દ્રને પ્રોફિટ શેયર પરત નહી કરવો પડે. 
 
- ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસનકાળમાં 1924માં રેલ બજેટને જનરલ બજેટથી જુદી કરવામાં આવ્યુ હતુ. તર્ક એ આપવામા6 આવ્યુ કે ભેગુ કરેલુ બજેટ રજુ કરવાથી રેલવેને પરેશાનીઓ દૂર નથી થઈ રહી. 
- આ અગાઉ બજેટના મર્જર પર વિચાર કરવા માટે બનેલ બિબેક દેબરોય પૈનલે પોતાના નોટમાં કહ્યુ હતુ "રેલ બજેટ ફક્ત પોપુલર મેજર્સનુ એક કારણ બની ગયુ છે.  નવી ટ્રેન ચલાવવી, નવા રૂટસ બનાવવા અને નવી ફેક્ટ્રીઝ બનાવવાના અનાઉસમેંટસ કરવામાં આવે છે પણ રેલવેના સ્ટ્રક્ચરને લઈને કશુ નથી કરવામાં આવતુ. 
 
દેશની સૌથી મોટી ઈમ્પ્લોયર રેલવે 
 
- રેલવે દેશની સૌથી મોટી ઈમ્પલોયર છે. 
- 7મા પે કમીશનની ભલામણો લાગૂ થવાથી તેમને લગભગ 40 હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવો પડ્યો છે. આ રેલવે તરફથી પેસેંજર સર્વિસ માટે આપવામાં આવી રહેલ 33 હજાર કરોડની વાર્ષિક સબસીડીથી જુદી છે. 
- રેલવે પોતાના 458 અનફિનિશ્ડ અને ચાલુ પ્રોજેક્ટને પુર્ણ કરવા માટે કુલ 4.83 લાખ કરોડ રૂપિયાનો બોજો ઉઠાવી રહ્યુ છે. 
- બંને બજેટના મર્જ થયા પછી રેલવેનો રેવેન્યૂ ડેફિસિટ અને કેપિટલ એક્સપેંડિચરએન હવે ફાઈનેંસ મિનિસ્ટ્રીને ટ્રાંસફર કરી દેવામાં આવશે.