Welcome GST - આજથી જીએસટી દેશભરમાં લાગુ (see photo)

શનિવાર, 1 જુલાઈ 2017 (06:45 IST)

Widgets Magazine

ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને આજે મધરાતે 12 વાગ્યાના ટકોરા પડતાં જ દેશભરમાં લાગુ કરી દેવામાં આવી છે. એક રાષ્ટ્ર, એક કરની આ નવી વ્યવસ્થાને લાગુ કરવાના અવસરને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક ગણાવ્યો હતો અને એ માટે તેણે સંસદભવનના સેન્ટ્રલ હોલમાં આજે મધરાતે વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્રમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી સહિત કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, કેન્દ્રિય શાસક ભાજપના પ્રમુખ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. આજના સત્ર માટે ખાસ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ રતન ટાટા પણ ઉપસ્થિત હતા.
 
મોદીએ કહ્યું- રાષ્ટ્રનિર્માણમાં કેટલીક એવી ક્ષણો આવે છે જેના પર આપણે કોઈ નવા મુકામ પર પહોંચવાનો પ્રયત્ન કરીએ થછીએ. આજે મધરાતથી આપણે સૌ મળીને દેશના આગળનો માર્ગ સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ. થોડીવારમાં દેશ એક નવી વ્યવસ્થા પર દોડી પડશે. જીએસટીની આ પ્રક્રિયા અર્થતંત્ર પૂરતી મર્યાદીત છે તેમ હું નથી માનતો.  125 કરોડ દેશવાસી આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી છે. દેશ એક નવી વ્યવસ્થા તરફ દોડી પડશે.
જીએસટી કોઈ એક પક્ષ, સરકારની સિદ્ધી નથી. આ આપણી સૌની સંયુક્ત વિરાસત છે. આપણા સૌના સહિયારા પ્રયાસનું પરિણામ છે. સંવિધાન સભાની પ્રથમ સભાનો સેન્ટ્રલ હોલ સાક્ષી છે. તેમાં નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર પ્રથમ હરોળમાં બેસતા હતા. સસંદનો સેન્ટ્રલ હોલ આપણી સ્વતંત્રતા, સંવિધાન સ્વીકાર કરવાની ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે.


કયો ટેક્સ કોણ ઉઘરાવશે?
-સેન્ટ્રલ જીએસટી(ઝ્રય્જી્) કેન્દ્ર સરકાર દ્વારા લેવાશે.
-સ્ટેટ જીએસટી(જીય્જી્)રાજ્ય દ્વારા લેવાનારો ટેક્સ.
-ઇન્ટિગ્રેડેટ જીએસટી(ૈંય્જી્) જે માલસામાન અને સેવાઓના રાજ્યો વચ્ચે સપ્લાય પર કેન્દ્ર દ્વારા લેવાશે.
કેન્દ્ર સ્તરે કયા ટેક્સ નાબૂદ થયા?
-સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટી
-એડિશનલ એક્સાઇઝ ડયૂટી
-ર્સિવસટેક્સ
-એડિશનલ કસ્ટમ્સ ડયૂટી એટલે કે કાઉન્ટરવેઇલિંગ ડયૂટી
-સ્પેશિયલ એડિશનલ કસ્ટમ્સ ડયૂટી
રાજ્ય સ્તરે કયા ટેક્સ નાબૂદ થયા?
-સ્ટેટ વેલ્યૂએડેડ ટેક્સ અને સેલ્સટેક્સ
-એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ
-સેન્ટ્રલ સેલ્સટેક્સ
-ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ
-પરચેઝ ટેક્સ
-લક્ઝરી ટેક્સ
-લોટરી અને સટ્ટો તેમજ જુગાર પરનો ટેક્સ
જીએસટી પછી મધરાતથી શું સસ્તું થયું?
 
ખાદ્ય ચીજો, મિલ્ક પાવડર,દહીં,છાશ, બ્રાન્ડ વિનાનું મધ,ડેરી પેદાશો,ચીઝ
મસાલા,ચા,ઘઉં,ચોખા, લોટ,સિંગતેલ,પામોલીન તેલ
સૂર્યમુખીનું તેલ,કોપરેલ તેલ, સરસિયાનું તેલ,ખાંડ,ગોળ
શુગર કન્ફેક્શનરી,પાસ્તા,સ્પેગેટ્ટી, મેક્રોની,નૂડલ્સ,ફળો અને શાકભાજી
અથાણા,મુરબ્બો,ચટણી, કેચ-અપ,સોસ,મીઠાઈઓ, ટોપિંગ્સ અને સ્પ્રેડ્સ
ઈન્સ્ટન્ટ ફૂડ મિક્સિંગ, મિનરલ વોટર, બરફ, શુગર, ખાંડસરી
બિસ્કિટ્સ, રેઝિન્સ અને ગુંદર, બેકિંગ પાવડર, વનસ્પતિ તેલ, કાજુ
રોજબરોજનાં વપરાશની ચીજો, નહાવાનો સાબુ, હેરઓઈલ, ડિટર્જન્ટ પાવડર
સાબુ, ટિસ્યૂ પેપર્સ, નેપકિન્સ, માચીસની પેટી, મીણબત્તી, કોલસો, કેરોસીન
ઘરેલું એલપીજી, ચમચીઓ, ફોર્ક ચમચીઓ, કેક સર્વર્સ, ફિશ નાઈફ, અગરબત્તી


ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, કાજલ, એલપીજી સ્ટવ, પ્લાસ્ટિક તાડપત્રી, લાંબા હાથાવાળી ચમચીઓ અને બાઉલ્સ
મલાઈ તારવવાની કડછી, ચીપિયો, સ્ટેશનરી, નોટબુક્સ, પેન્સ, તમામ પ્રકારનાં કાગળો
ગ્રાફ પેપર્સ, સ્કૂલ બેગ્સ,એક્સરસાઈઝ બુક્સ, ચિત્રકામ, ડ્રોઈંગ અને કલરિંગ બુક્સ
ચર્મપત્રો, કાર્બન પેપર્સ, પ્રિન્ટર્સ, હેલ્થકેર ચીજો, ઈન્સ્યુલીન, તબીબી વપરાશ માટેની એક્સરે ફિલ્મો
નિદાન માટેની કિટ, ચશ્મા માટેનાં કાચ, ડાયાબિટીસ અને કેન્સરની દવાઓ
એપરલ્સ, રેશમી કાપડ, વૂલન કાપડ, ખાદીનું સૂતર, ગાંધી ટોપી
રૂ 5૦૦થી ઓછી કિંમતનાં પગરખાં, રૂ. 1,૦૦૦થી ઓછી કિંમતનાં ગાર્મેન્ટ્સ
અન્ય ચીજવસ્તુઓ, 15 હોર્સપાવરથી વધુ નહીં તેવા ડીઝલ એન્જિનો, ટ્રેક્ટરનાં પાછળનાં ટાયર અને ટયૂબ્સ
વજનકાંટા, સ્ટેટિક કન્વર્ટર્સ (યુપીએસ), ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર્સ
વાઈન્ડિંગ વાયર્સ, હેલ્મેટ, ફટાકડા અને વિસ્ફોટકો, લ્યુબ્રિકન્ટસ, બાઈક્સ
રૂ. 1૦૦થી ઓછી કિંમતની ફિલ્મની ટિકિટો, પતંગો, લક્ઝરી કાર્સ, મોટરસાઈકલ, સ્કૂટર્સ
ઈકોનોમિક ક્લાસની વિમાન ટિકિટો, રૃ. ૭,૫૦૦થી ઓછા ભાડાંની હોટેલ રૃમો, સિમેન્ટ
ફ્લાય એશ અને બ્લોક્સ, 
 
GST પછી શું મોંઘું થયું?
 
પનીર, કોર્નફ્લેક્સ, કોફી, મસાલા પાવડર, દહીં, ઘી, બિસ્કિટ્સ, ચ્યુંઈંગમ, આઈસક્રીમ
ચા. ચોકલેટ્સ, તેજાના, આયુર્વેદિક અને અન્ય વૈકલ્પિક દવાઓ, સોનું
રૂ. 7500 થી વધુ ભાડાંની હોટેલની રૂમ, ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાં
ફાઈવસ્ટાર હોટેલ્સની અંદર આવેલી રેસ્ટોરાં, રૂ 1000થી  વધુ કિંમતની ફિલ્મની ટિકિટો
કોઈપણ કોન્સર્ટ, આઈપીએલ મેચો, રૂ 1,૦૦૦થી વધુ કિમતનાં વસ્ત્રો, શેમ્પૂ, પર્ફયુમ્સ
એસી અને ફર્સ્ટક્લાસ રેલવે ટિકિટો, બિઝનેસ ક્લાસ વિમાનની ટિકિટો, એર કન્ડિશનર્સ
ફ્રીઝ, વોશિંગ મશીનો, ટેલિવિઝન, કુરિયર સેવાઓ, મોબાઈલ ફોન ર્ચાિજસ
વીમાનું પ્રીમિયમ, બેન્કિંગ સેવાઓનાં ચાર્જ, બ્રોડબેન્ડ સેવાઓ
ક્રેડિટ કાર્ડનાં બિલ્સ, 350 સીસીથી વધુ ક્ષમતાવાળા એન્જિન ધરાવતા ટુ વ્હિલર્સ
નાની અને મધ્યમ કદની કાર, એસયુવી, ફિશિંગ નેટ્સ, સ્માર્ટફોન્સ
લેપટોપ્સ, ડેસ્કટોપ્સ, યોગ કરવા માટેની મેટ, ફિટનેસનાં સાધનો
એરેટેડ પીણાં, સિગારેટ્સ, તમાકુ, ઓલ્કોહોલિક પીણાં, લક્ઝરી ચીજવસ્તુઓ

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

GST Rate List ? જાણો કંઈ વસ્તુઓ અને સેવાઓ પર લાગશે કેટલો ટેક્સ, જુઓ આખુ લિસ્ટ

વસ્તુ અને સેવા કર(જીએસટી) શુક્રવાર (30 જૂન)ની રાત્રે 12 વાગ્યે જમ્મુ કાશ્મીરને છોડીને આખા ...

news

GST કૉન્ક્લેવ LIVE: મોટા પગલાથી દેશની તકદીર બદલાય છે - અરુણ જેટલી

સંસદ ભવનમાં શુક્રવારે રાત્રે 12 વાગ્યે સ્પેશય્લ સેશનમાં દેશના સૌથી મોટો કર સુધાર બતાવાતો ...

news

Breaking News - બજારમાં આવશે 200 રૂપિયાની નોટ !!

રિઝર્વ બેંક હવે 500 અને 2000 રૂપિયાના નવા નોટ પછી ટૂંક સમયમાંજ 200 રૂપિયાની નોટ લઈને ...

news

IRCTC Changes - 1 જુલાઈથી બદલાય જશે રેલવેના આ નિયમ, પેસેંજરને મળશે અનેક સુવિદ્યાઓ

નવી દિલ્હી. રેલવે 1 જુલાઈથી તત્કાલ ટિકિટ રિફંડ સહિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine