શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 27 એપ્રિલ 2016 (17:46 IST)

ઘોડો ચુકવશે વિજય માલ્યાનું દેવુ ?

માલિક પર જ્યારે જ્યારે પણ કોઈ આપદા આવે છે તો બેશક તેમનો સાથ તેમના સગા સંબંધીઓ કે મિત્રો આપે કે ન આપે પણ તેના પાલતૂ જાનવર જરૂર તેમને કામ આવે છે.  હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે.  હવે આવુ જ ઉદાહરણ આપણી સામે આવી રહ્યુ છે. વેપારી વિજય માલ્યા સાથે લોન વસૂલીના મામલે. વેપારી વિજય માલ્યાની સંપત્તિ અને તેના કારનામાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. 
 
બેંકોના 9000 કરોડ રૂપિયાને કર્જ લઈને માલ્યા વિદેશ ભાગી ચુક્યા છે. હવે તેમની રાજ્યસભા સીટ પણ જવાની  છે.  આ દરમિયાન વિજય માલ્યાની જેમ તેમના ઘોડાએ પણ સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલયને પરેશાન કરી નાખ્યુ છે. 
 
સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલયનુ માનીએ તો કદાચ જે ઘોડાનુ નામ એયર સપોર્ટ છે તે એક ખાનગી બેંકમાંથી લેવાયેલ લોનના એક ભાગમાંથી ખરીદવામાં આવ્યો. ઘોડાની કિમંત લગભગ 9 કરોડ રૂપિયા છે. તેને 2014માં અમેરિકામાંથી ખરીદવામાં આવ્યો. ભવિષ્યમાં જ્યારે પણ વિજય માલ્યા પાસેથી વસૂલીની પ્રક્રિયા શરૂ થશે ત્યારે પ્રવર્તન નિદેશાલય આ ઘોડાને જપ્ત કરવા માટે પગલા ઉઠાવશે.