શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જુલાઈ 2015 (16:51 IST)

મેગીનો નાશ કરવા અંબુજા સિમેંટને 20 કરોડની સોપારી !!

જાણવા મળ્યુ છે કે નેસ્લે ઈંડિયાએ અંબુજા સિમેંટને પોતાની મેગી ઈસ્ટેંટ નુડલ્સના પેકેટ્સનો નાશ કરવા માટે 20 કરોડ રૂપિયા આપ્યા છે. હવે આને અંબુજા સીમેંટનુ માત્ર મહેનતાણું માની લો કે પછી પોતાની વ્હાલી મેગીને હંમેશા માટે ખતમ કરવાની સોપારી. ઉલ્લેખનીય છે કે આ એ જ મેગી છે જેને દેશમાં ખાદ્ય નિયામકો દ્વારા માનવ ઉપભોગ માટે હાનિકારક જોવા મળી હતી. 
 
કંઈક આવી છે માહિતી  
 
અંબુજા સીમેંટને સામાન્ય રીતે ગુજરાત અંબુજા સીમેંટના નામે ઓળખવામાં આવે છે. જેનો પ્લાંટ મહારાષ્ટ્રના ચંદ્રાપુરમાં લાગેલો છે. નેસ્લેએ આ સીમેંટ કંપનીને બજારમાંથી પરત મંગાવેલ પોતાની મેગીના બધા પેકેટ્સને સળગાવી દેવા માટે કહ્યુ. વધુ માહિતી આપતા નેસ્લે ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યુ કે અંબુજા સીમેંટ બજારમાંથી પરત મંગાવેલ મેગીને પુર્ણ રીતે નષ્ટ કરવામાં તેની મદદ કરી રહ્યા છે. 
 
કંપનીના પ્રવક્તાએ આપી માહિતી 
બીજી બાજુ હાલ કંપનીના પ્રવક્તાએ અત્યાર સુધી મેગીને પ્લાંટમાં સળગાવવાની કિમંતને ખોલી નથી. તેમણે ફક્ત જણાવ્યુ કે આટલી મોટી સંખ્યામાં મેગીના પેકેટ્સનો નાશ કરવામાં તેનો એડીશનલ કૉસ્ટ કંપનીના એકાઉંટમાં મોકલવામાં આવશે. દા.ત. સ્ટોકને માર્કેટથી લાવવુ. નષ્ટ કરનારી વસ્તુના શેયરનુ પરિવહન અને તેના નાશ કરવામાં લાગનારી કિમંત. આ બધાને મળીને જે પણ કિમંત બેસશે તે આપવામાં આવશે. 
 
આ કહેવુ છે નેસ્લે ઈંડિયાનુ 
 
નેસ્લે ઈંડિયાનુ કહેવુ છે કે આ કિમંત તેના પરત આવવા સાથે જોડાયેલ અન્ય અપ્રત્યક્ષ રોકાણને લાગુ લેખાંકન માનકોના સાથે લાઈનમાં નષ્ટ કરાશે. તેની ચુકવણી નક્કી તારીખ પર નાણીકીય પરિણામોની જાહેરાતના આધાર પર કરવામાં આવશે. ગયા મહિને નેસ્લે ઈંડિયા તરફથી કહેવામાં આવ્યુ હતુ કે મેગી ઈસ્ટેંટ નૂડલ્સને ખતમ કરવાની પ્રક્રિયા પૂરજોશથી ચાલી રહી છે. કંપની તરફથી બતાવ્યુ હતુ કે જ્યારથી તેના પર પ્રતિબંધ લગાવાયો છે ત્યારથી અત્યાર સુધી મેગીને નષ્ટ કરવામાં લગભગ 320 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. 
 
એક નજર સંપૂર્ણ મામલા પર 
 
ઉલ્લેખનીય છે કે 5 જૂનના રોજ  FSSAI તરફથી નેસ્લેને મેગી પર તત્કાલ પ્રતિબંધ લગાવવાનુ કહેવાયુ હતુ.  FSSAIએ તરત બજારમાંથી મેગીના પોતાના સંપૂર્ણ લોટને પરત મંગાવવાના પણ આદેશ આપ્યા હતા. જો કે નેસ્લે ઈંડિયાએ મુંબઈ હાઈકોર્ટમાં પ્રતિબંધના આદેશને પડકાર આપ્યો છે.  તેમ છતા કંપની તરફથી મેગીને બજારમાંથી પરત મંગાવીને તેનો નાશ કરવાની પ્રક્રિયા જોર સાથે ચાલી રહી છે.