ઓર્ગેનિક શાકભાજીને નામે લોકો સાથે શું છેતરપિંડી થઈ રહી છે?

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (14:39 IST)

Widgets Magazine


ઓર્ગેનિક શાકભાજીને નામે પણ બજારમાં ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. ઔર્ગેનિક શાકભાજીને નામે સૌથી વધુ વેચાતી અને વપરાતી તાંદળજાની ભાજી અને મેથીની ભાજીમાં પણ જંતુનાશક દવાઓનું તથા હેવી મેટલ્સનું પ્રમાણ ખાસ્સું ઊંચું હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં બહાર આવ્યું છે. નવ શાકભાજીઓના કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણમાં તેમાં મોટા પ્રમાણમાં જંતુનાશક દવાઓના અંશો અને હેવી મેટલ્સ હોવાનું બહાર આવ્યું છે. ઓર્ગેનિક શાકભાજી માટે સામાન્ય શાકભાજી કરતાં ૧૦૦૦થી ૧૨૦૦ ટકા ઊંચી કિંમત ચૂકવ્યા પછીય જોખમી જંતુનાશકોથી મુક્તિ મળતી નથી.

આમ ઓર્ગેનિક શાકભાજી લેવાથી આરોગ્ય સામેના જોખમો દૂર થઈ જતાં નથી. તાંદળજાની અને મેથીની ભાજીમાં પેરાથિઓન મિથાઈલ નામના જંતુનાશકના ઘટકો જોવા મળ્યા હતા. મેથીની નોન ઓર્ગેનિક ભાજીના સેમ્પલમાં પણ ક્લોરોપાયરિફોસ નામની જંતુનાશકોનો ઘટકો જોવા મળ્યા હતા. ક્લોરોપાયરિફોસ અને પેરાથિયોન મિથાઈલ ઓર્ગનોફોસ્ફેટ ગુ્રપના જંતુનાશકો છે. તાંદળજાની ભાજી અને મેથીની ભાજીના સેમ્પલ્સમાં હેવી મેટલનું પ્રમાણ પણ ખાસ્સું ઊંચું હોવાનું જોવા મળ્યું છે. નોન ઓર્ગેનિક ભાજીના પાંચ સેમ્પલ્સની ચકાસણી કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમા કરી હતી. તેમ જ તેની સામે મેથીની ઓર્ગેનિક ભાજીના ચાર સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી હતી. તેમ જ નોન ઓર્ગેનિક તાંદળજા ને મેથીની ભાજીના બે-બે સેમ્પલ્સની જુદા જુદા પ્રકારના ૩૬ જંતુનાશકો માટે ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડમાં નક્કી કરી આપવામાં આવેલા પેરામીટર્સ પર તેની ચકાસણી કરવામાં આવી હતી. જંતુનાશકો શરીરમાં જમા થાય તો લાંબા ગાળે તેની અસર હેઠળ અસ્થમાની તકલીફ થવાની સંભાવના રહેલી છે. પેરાથિયોન મિથાઈલ નામના જંતુનાશકો ટૂંકા ગાળા માટે પણ માનવ શરીરમાં જાય તો તેને પરિણામે માથાનો દુઃખાવો, ચક્કર આવવાની, મૂંઝારો થવાની, દ્રષ્ટિમાં ઝાંખપ આવવાની તથા શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યા થાય છે. બાળકો દ્વારા ખાવામાં આવતા શાકભાજી પર આ જંતુનાશક દવાનો છંટકાવ કરવા પર અમેરિકાની એન્વાયર્ન પ્રોટેક્શન એજન્સીએ પ્રતિબંધ લગાવી દીધો છે. તેવી જ રીતે ક્લોરોપાયરિફોસ નામના જંતુનાશક શરીરમાં જતાં બાળકની શીખવાની કુશળતા ઓછી થાય છે અને શરીરના એક અંગ અને બીજા અંગે વચ્ચેના સંકલન તૂટે છે. તેમ જ બાળકના વર્તનમાં તકલીફ આવે છે. હેવી મેટલ્સ શરીરમાં જવાને કારણે પાંદડાવાળા શાકભાજીઓમાં હેવી મેટલ્સ વધારે આવતા હોવાનું જોવા મળ્યું છે. તેમાં લૅડ કે શીશું હોય તો તેને કારણે બાળકોના આરોગ્ય પર બહુ જ ખરાબ અસર થાય છે. શરીરમાં શીશું જમા થાય તો તે દરેક અવયવને અસર કરે છે. લાંબા સમય સુધી થોડા થોડા પ્રમાણમાં તાંબાના ઘટકો શરીરમાં જાય તો તેને કારણે ઇન્ફર્ટિલિટીની તકલીફ પણ થાય છે. લાંબા સમય સુધી વિષારી ઘટકો શરીરમાં જાય તો તેને કારણે કેન્સર અને હૃદયના રોગ થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઓર્ગેનિક શાકભાજી છેતરપિંડી ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

Share Market - જાણો બજારમાં કેમ મચી છે ખલબલી

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના સમાચાર લાઈવમાં આપનુ સ્વાગત છે.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ ...

news

શેર બજાર ઘડામ : સેંસેક્સ 1200 અંક ગબડ્યો.. નિફ્ટી 350 અંક ગબડયો

ખરાબ ગ્લોબલ સંકેતોના ચાલતા ઘરેલુ બજારે પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે. સેંસેક્સમાં 1200 ...

news

મોદીના ગુજરાતમાં સિહોં માટે જેટલીએ એક કાણી પાઈ બજેટમાં નહીં આપી

ભારતના વડાપ્રધાન જે રાજ્યનું નેતૃત્વ કરે છે તે ગુજરાતના લાયન તેમના ફાયનાન્સ મિનિસ્ટર અરૂણ ...

news

ઈંસ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર, ફોટોની જગ્યા હવે શેયર કરી શકો છો ટેક્સટ પણ ....

જો તમે ઈંસ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો સિવાય શેયર કરવા ઈચ્છે છે, તો તમારા માટે ખુશખબરી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine