કેરીનો પાક 25 થી 30 ટકા ઓછો ઉતરતા ભાવમાં વધારો થયો

મંગળવાર, 6 માર્ચ 2018 (22:49 IST)

Widgets Magazine
mango


ઉનાળાનું આગમન થતાં જ સ્વાદશોખીનો કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બજારમાં પણ ધીમે-ધીમે કેરીનું આગમન થઇ રહ્યુ છે, જો કે આ વખતે 25 થી 30 ટકા ઓછો ઉતરતા કેરીના ભાવમાં થોડો વધારો થયો છે. ઉનાળો આવે એટલે અબાલવૃદ્ધ સૌ કોઇ કેરીની કાગના ડોળે રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે સ્વાદરસિયાઓને કેરીનો સ્વાદ લેવો થોડો મોંઘો પડશે. કારણ કે આ વર્ષે કેરી મોડી આવી છે.

mango

બીજી તરફ કેરીનો પાક પણ 25 થી 30 ટકા ઓછો ઉતર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે રાજ્યમાં પાકતી કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે તો કેસર ઉપરાંત દેશના વિવિધ ભાગમાંથી આવતી કેરીનો પાક પણ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. વેપારીઓના મતે દર વર્ષે 20 ફેબ્રુઆરી આસપાસ કેરીની સીઝન શરૂ થાય છે. જે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં થઇ છે. વળી કેરીની આવક ઓછી હોવાથી ભાવ ઉંચા છે. અમદાવાદમાં રાજ્યના વલસાડ. તાલાળા, જૂનાગઢ અને કચ્છમાંથી તેમજ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાંથી કેરી આવતી હોય છે. હાલમાં બજારમાં દક્ષિણ ભારતની ગોલાહાફૂસ અને રત્નાગીરિ હાફૂસ ઉપરાંત પાયરી, સુંદરી, તોતાપુરી કેરીઓ આવી ચૂકી છે. જ્યારે ગુજરાતની કેરીઓનું આગમન 20 એપ્રિલ આસપાસ થશે. કેરીના ભાવની જો વાત કરીએ તો કેરાલા હાફૂસ કે જે ગત વર્ષે 150 થી 175 રૂપિયે કિલો મળતી હતી. તે ચાલુ વર્ષે 200 થી 225 રૂપિયામાં મળી રહી છે. તો કેરાલાની સુંદરી-પાયરી જાતની કેરીનો ભાવ ગત વર્ષે 100 રૂપિયા હતો. જે ચાલુ વર્ષે વધીને 125 જેટલો થઇ ગયો છે. તો કેરાલા ગોલા-તોતા કેરી ગત વર્ષે 50 થી 60 રૂપિયે કિલો મળતી હતી. જે ચાલુ વર્ષે 80 થી 100 રૂપિયામાં મળી રહી છે.

બીજી તરફ રત્નાગિરી હાફૂસ કે જેનો ગત વર્ષનો ભાવ 150 થી 200 હતો. તે હાલમાં 200 થી 250 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. હાલ કેરીના ભાવ ઘણા ઊંચા છે  પરંતુ થોડા દિવસોમાં આવક વધતા કિંમતમાં ચોક્કસ પણે ઘટાડો થશે અને સ્વાદરસિયાઓ મન ભરીને કેરીનો સ્વાદ માણી શકશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

UANને આધારથી જોડવાની નવી સુવિધા

સરકારએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની કર્મચારી ભવિષ્ય નિધિના અંશધારકોના સાર્વભૌમિક ...

news

આજે અડધી રાત્રેથી 88 ટ્રેનોમાં નહી લાગશે રિજર્વેશન ચાર્ટ

આદેશ પર પ્રયોગાતમક રીતે ત્રણ મહિના માટે કરાઈ રહ્યું છે. ત્રણ મહિના પછી બધા જોનલરેલ્વેથી ...

news

સેમસંગ એ લાંચ કર્યા બે સ્માર્ટફોન જાણો, ગેલેક્સી S9અને S9+ના ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એસ 9 અને એસ 9 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા. દક્ષિણ કોરિયાની આ ટેક કંપનીએ ...

news

Reliance Jio: યૂઝર્સને લાગશે મોટો ઝટકો...આ દિવસે બંધ થશે આ સેવા

Reliance Jioનો ઉપયોગ કરનારા યૂઝર્સને જલ્દી જ એક મોટો ઝટકો લાગવાનો છે. Jio ટૂંક સમયમાં જ ...

Widgets Magazine