શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (12:41 IST)

6 લાખ રૂપિયાની આવકવાળાને એલપીજીની સબસીડી નહી

સરકારી, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા વાર્ષિક 6 લાખ રૂપિયાની આવકવાળા લોકોને એલપીજીની સબસીડી નહી મળે. સરકાર જરૂરીયાતમંદ લોકો સુધી સબસીડીનો લાભ પહોંચાડવા માટે લોકોને સબસીડીના દાયરામાંથી બહાર કાઢવાની તૈયારી કરી રહી છે.
   
સરકારે હાલ 10 લાખ કે તેથી વધુ વાર્ષિક આવકવાળા લોકોને સ્વઘોષણાના આધાર પર સબસીડીમાંથી બહાર કાઢયા છે. પેટ્રોલીયમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ સરકાર સંપન્ન લોકોને એલપીજી સબસીડીના દાયરામાંથી બહાર કાઢવાનો ફેંસલો લઇ ચુકી છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદમાં સબસીડી છોડવાની અપીલ કરી ચુકયા છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં આર્થિક રીતે સંપન્ન લોકો સબસીડીનો લાભ લઇ રહ્યા છે.
 
   મંત્રાલયનું કહેવુ છે કે દેશમાં હાલ 17.52 કરોડ એલપીજી ગ્રાહકો છે આમાં 16 કરોડથી વધુ લોકો સબસીડીનો લાભ લઇ રહ્યા છે. સબસીડી અને બીનસબસીડી સીલીન્ડર વચ્ચે તફાવત 50 રૂપિયાથી પણ ઓછો છે.