શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 11 માર્ચ 2015 (11:22 IST)

હવે પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસેંસ ફટાફટ બનશે

જનતાને સમય સમય પર દરેક પ્રકારની સુવિદ્યાઓ મળે આ માટે સરકાર જવાબદારી નક્કી કરવા માટે એક ફ્રેમવર્ક બનાવવા પર કામ કરી રહી છે. આ જન સુવિદ્યાઓમાં પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસેંસથી લઈને સ્વાસ્થ્ય વીમા ક્લેમ સુધીનો સમાવેશ થશે અને તેમા મોડુ થતા દંડની જોગવાઈ થશે. 
 
 
સરકારી સુધાર અને જન ફરિયાદ વિભાગ અને ક્વોલિટી કંટ્રોલ ઓફ ઈંડિયા આ માટે શરૂઆતમાં કેન્દ્ર સરકારની 10 સેવાઓની ઓળખ કરશે. સૌ પહેલા આ પહેલ નાગાલેંડ અને હરિયાણામાં લાગુ કરાવવામાં આવશે.  ક્વોલિટી કાઉંસિલ ઓફ ઈંડિયાની સ્થાઅના સરકાર અને 3 ઔદ્યોગિક સંગઠનોએ મળીને કરી હતી. 
 
આ ફ્રેમવર્કમાં રાજ્યોના પબ્લિક સર્વિસેઝ ગારંટી એક્ટ અને સિટીજંસ ચાર્ટરને મળીને કે કરવામાં આવશે. જેમા સેવા આપવા માટે નક્કી સમય, ફરિયાદનો ઉકેલ લાવવો, પારદર્શિતા અને જવાબદારીઓને લઈને સરકારી સંસ્થાનોની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ થશે. 
દંડ ઉપરાંત એક એવી વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે. જેમા ફરિયાદનો ઉકેલ 3 દિવસની અંદર ન કર્યો તો તે ફરિયાદ આપમેળે જ કોઈ સીનિયર અધિકારી પાસે જતી રહેશે અને તેની પાસે પણ ફરિયાદનો ઉકેલ લાવવા માટે 3 દિવસ હશે. અધિકારીઓએ બતાવવુ પડશે કે કોઈ સર્વિસમાં કમી કેમ છે અને તે સમય પર પુરી પાડવામાં કેમ ન આવી. 
 
એક સરકારી અધિકારીએ કહ્યુ કે અનેક રાજ્યોમાં પબ્લિક સર્વિસેઝ ગેરંટી કેટ અને સિટીજંસ ચાર્ટર છે. તેમા બતાવાયુ છે કે કંઈ ઓથોરિટી જવાબદાર હશે. પણ એ નથી બતાવાયુ કે કામ સમય પર પુર્ણ થવાની કંડીશનમાં મામલાના નિપટારાની જવાબદારી કોણા પર હશે.  આવામાં નાગરિકોને સર્વિસેઝ મેળવવા માટે અનેક સ્થાનો પર ધક્કા ખાવા પડે છે.  લાંચ આપવી પડે છે. જેનાથી તેમને ચીડ હોય છે. 
 
નાગરિકોને ફરિયાદ પર નજર રાખવામાં મદદ માટે તકનીકનો ઉપયોગ કરવામાં આવશે અને તેમનો મોબાઈલ પર સ્ટેટસ અપડેટ મળશે. સૂત્રએ કહ્યુ દેશમાં હજુ પણ અનેક વસ્તુઓ એવી થઈ રહી છે જે યોગ્ય નથી.  સમય પર સ્વાસ્થ્ય વીમ ક્લેમ ન કરવો તેમાથી એક છે. અમે એ પાકુ કરવા માંગીએ છીએ કે ઓછામાં ઓછા કેન્દ્ર સરકારની 10 સેવાઓ અને બે રાજ્ય આ વ્યાપક વ્યવસ્થાનો ભાગ બને જ્યા દરેક કોઈ જવાબદાર રહેશે.  જો તેઓ સમય પર સર્વિસ આપવામાં નિષ્ફળ રહે છે તો તેમના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે
 
મધ્ય પ્રદેશ 2010માં રાઈટ ટૂ સર્વિસ એક્ટ લાગૂ કરનારુ પ્રથમ રાજ્ય હતુ. ત્યારબાદ બિહાર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કેરલ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઝારખંડે પણ પોતાની ત્યા આ એક્ટ લાગુ કર્યો. પહેલા ગાળામાં સરકાર પાસપોર્ટ  સેવા, આઈઆરસીટીસી, સેંટ્રલ ગવર્નમેંટ હેલ્થ સ્કીમ અને જન ફરિયાદ વિભાગ યોજનાની સોલ ઓનર (એકલ અધિકારી) રહેશે. જ્યારે કે મંત્રાલયોમાં તેનુ અમલીકરણ પ્રધાનમંત્રીની ઓફિસ નક્કી કરશે.