શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 20 જુલાઈ 2017 (10:51 IST)

mAadhaar App - હવે તમને આધાર કાર્ડ રાખવાની જરૂર નહી પડે.. જાણો કેમ ?

ડિઝિટલ ઈંડિયા આંદોલનને આગળ વધારવાની દિશામાં એક નવો એપ mAadhaar App લોંચ થયો છે. આ એપને યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઓફ ઈંડિયા (UIADI) એ ડેવલોપ કર્યો છે. આ એપમાં જરૂરી માહિતી જેવ કે નામ જન્મતિથિ લિંગ અને એડ્રેસ સાથે યૂઝરનો ફોટોગ્રાફ પણ હશે. આ ઉપરાંત આ એક આધાર નંબરથી સાથે જોડાયેલ હશે. એમઆધાર એપ હાલ ફક્ત એડ્રોયડ યૂઝર માટે જ ઉપલબ્ધ છે. 
 
સરકારે ડિઝિટલ ઈંડિયાને પ્રોત્સાહન આપવા માટે mAadhaar એપ લોંચ કર્યો છે. આ એપ એડ્રોયડ પ્લેટફોર્મ પર ચાલશે. એપ ડાઉનલોડ કર્યા પછી યૂઝર્સને પેપર ફોર્મેટના આધાર કાર્ડ કૈરી કરવાની જરૂર પડે નહી. આ એપને UIDAI યૂનીક આઈડેંટીફિકેશન અથોરિટી ઓફ ઈંડિયા એ બનાવ્યો છે. એપમાં યૂઝર્સ નેમ ડેટ ઓફ બર્થ જેડર અને એડ્રેસ સાથે ફોટોગ્રાફ અને આધાર નંબર લિંક હશે. 
 
આ mAadhaarને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એવુ કહેવાય રહ્યુ છે કે ટૂંક સમયમાં જ એપને એપ્પલ iOS વર્ઝન પર પણ લોંચ કરવામાં આવશે.  આ એપને યૂઝ કરવા માટે યૂઝર્સે રજિસ્ટ્રેશ્યન કરવુ જરૂરી છે. જો નંબર રજિસ્ટર્ડ નથી તો નિકટના આધાર એનરોલમેંટ સેંટરમાં જઈને યૂઝર્સ રજિસ્ટર્ડ કરાવી શકે છે. 
 
એક જુલાઈથી ઈનકમ ટેક્સ રિટંર્સ ફાઈલ કરવા માટે પેન આધાર કાર્ડને લિંક કરવી જરૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત એક નવો પરમાનેંટ એકાઉંટ નંબર હોવો પણ જરૂરી છે. જ્યા આધાર કાર્ડને યૂઆઈડીએઆઈ દ્વારા ભારતના નિવાસીને રજુ કરવામાં આવે છે. બીજી બાજુ પૈન 10 ડિઝિટવાળો એક નંબર હોય છે જેને એક વ્યક્તિ ફર્મને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા રજુ કરવામાં આવે છે. 
 
પર્સનલ ડેટા સુરક્ષિત રહે એ માટે એપમાં બાયોમૈટ્રિક લૉકિંગ અને અનલોકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. એપમાં TOTP સિસ્ટમ આપવામં આવી છે.  જેના દ્વારા ઑટોમેટિકલી ટેમ્પરેરી પાસવર્ડ જનરેટ થશે. આ એપ દ્વારા યૂઝર્સ પોતાના મોબાઈલ પર પણ અપડેટ કરી શકશે. આ એપને પછી હવે યૂઝર્સને આધાર કાર્ડની હાર્ડ કૉપી સાથે રાખવાની જરૂર નહી પડે.