શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 7 એપ્રિલ 2016 (15:05 IST)

અમદાવાદના આ હુક્કાબારો અને પાર્ટી પ્લોટ સીલ મરાયા

શહેરના નવા પશ્ચિમઝોન વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા પાર્ટી પ્લોટ અને આઠ  જેટલા હુક્કાબારને  પ્લાન,બી.યુ.પરમીશન અને પાર્કિંગના મામલે સીલ કરવામાં આવતા પાર્ટી પ્લોટ માલિકો અને બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 

આ અંગેની વિગત એવી છે કે,મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત નવેંબર મહીનામાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી તે અગાઉ પણ નવા પશ્ચિમ ઝોનમાં આવેલા પાર્ટીપ્લોટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કેમકે નવા પશ્ચિમઝોન વિસ્તારમાં આવેલા મોટાભાગના પાર્ટી પ્લોટોમાં પાર્કીંગની કોઈ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી જ નથી.જેને કારણે લોકો તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરી રહ્યા છે.

તો બીજી તરફ આ પાર્ટી પ્લોટોમાં વગર પરવાનગીએ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ તંત્રના ધ્યાનમાં આવી હતી.પરંતુ તે સમયે સામાન્ય ચૂંટણી માથે હોઈ ભાજપના આગેવાનો આ મામલામાં આગળ આવ્યા હતા અને તેમણે મ્યુનિસિપલ તંત્ર અને પાર્ટી પ્લોટ માલિકોની વચ્ચે સમાધાન પણ કરાવી પાર્ટી પ્લોટના માલિકોને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે વધુ સમયની મુદત માગી લીધી હતી.દરમિયાન મંગળવાર રાત્રિના સમયે નવા પશ્ચિમ ઝોનના વીસ જેટલા પાર્ટી પ્લોટો તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવતા પ્લોટ માલિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

નવા પશ્ચિમ ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચૈતન્યભાઈ ના કહેવા મુજબ, આજે વધુ પાંચ પાર્ટી પ્લોટો અને આઠ જેટલા હુક્કાબાર સીલ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીના પગલે પાર્ટી પ્લોટના માલિકોને આગામી દીવસોમાં જરૂરી વિગતો સાથે મંજુરી મેળવવી જરૂરી બની ગયું છે.

*સીલ કરાયેલા પાર્ટી પ્લોટ અને હુક્કાબાર***

માહી પાર્ટી પ્લોટ, એસ.કે.ફર્મ,સીમા પાર્ટી પ્લોટ,બંધન પાર્ટી પ્લોટ,રેડ અર્થ પાર્ટી પ્લોટ,ગુલમહોર પાર્ટી પ્લોટ,સાયોના પાર્ટી પ્લોટ,વિવાહ પાર્ટી પ્લોટ,પાર્થ પાર્ટી પ્લોટ,ધવલ પાર્ટી પ્લોટ,ઉમિયાફાર્મ,અંદાજ પાર્ટી પ્લોટ,સેલીબ્રેશન પાર્ટી પ્લોટ,રાધાકીશન પાર્ટી પ્લોટ,રેડપેટલ્સ પાર્ટી પ્લોટ,એચ.બી.પાર્ટી પ્લોટ,સાવન પાર્ટી
પ્લોટ,એમ્પાયર પાર્ટી પ્લોટ,આગમન પાર્ટી પ્લોટ,હીરાબા પાર્ટી પ્લોટ,બ્લૂ લગુન પાર્ટી પ્લોટ જ્યારે હુક્કાબારમાં પાલમ ડી બિસ્ટ્રો,ધ બ્રૂ,પ્રીકાર્ડો,બી ડેઝલ,ઈલિઝ્‌યામ  ટીપી ૨૧૩ પરનો હુક્કાબાર નો સમાવેશ થાય છે.નો નિર્ણય કર્યો હતો.