મગફળી કૌભાંડના મુખ્ય આરોપીની ઓડિયો ક્લિપ વાઈરલ: ભાજપમાં ખળભળાટ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (13:15 IST)

Widgets Magazine
peanuts


 જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીમાં માટીની ભેળસેળ મામલે પોલીસે સૌરાષ્ટ્ર વેરહાઉસ કોર્પોેરેશનના મેનેજર મગન ઝાલાવડિયા સહિત 22ની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે ફરિયાદ ન થાય તે માટે આ કૌભાંડના સૂત્રધાર મગન ઝાલાવડિયાએ કરેલા પ્રયાસોની ત્રણ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. જેમાં તેણે ફરિયાદ થતી અટકાવવા માટે તંત્ર ઉપર દબાણ લાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. બીજી બાજુ ભાજપના નેતાઓ અને ચૂંટાયેલા સભ્યોના નામે પણ આ બંને વચ્ચે ફરીયાદનું નિવારણ કરવા અંગેની વાતચીત થઇ હોવાના મામલે ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે. કથિત વાતચીતમાં પોતાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના મામલે આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, કૌભાંડો કરવા કે છાવરવાના અમારા સંસ્કાર નથી. પેઢલા મગફળી કાંડના દોષિતો સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મગન ઝાલાવાડિયાનો ઓડિયો ટેપ વાઈરલ થઇ છે. તેની પણ તપાસ કરાશે. સોમવારે મગન ઝાલાવાડિયાના તરઘડી ગામના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જૂનાગઢ તાલુકા પંચાયતનો સભ્ય અને કૌભાંડના 10 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા માનસિંગ નામના શખસ સાથે મુખ? આરોપી મગન ઝાલાવાડિયા કરેલી વાતચીતમાં પોલીસ અને તંત્રના હાથ પોતાના સહિતના અન્ય આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં પોતે બધું પતાવી દેવાની ગોઠવણ કરતો હોવાનું પણ આ ઓડિયો ક્લિપની વાત પરથી સ્પષ્ટ સમજી શકાય છે. રાજેશભાઇને કહી મોદીને ફોન કરાવી દો કે ગુનો દાખલ નથી કરવાનો ઓવા શબ્દો પણ તે આ ઓડિયો ટેપમાં ઉચ્ચારી રહ્યો છે. મુખ્ય આરોપી મગનભાઇ ઝાલાવાડિયા તોલુકા પંચાયતોના સભ્ય એવા માનસિંગભાઇને એવું કહેતા સંભળાય છે કે, હવે જો સમાધાનમાં જો કંઈ ગણિત હોય તો મેં નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં, અમે પૂરું કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે. સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું, ચિંતા નથી કંઇ, તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે પણ નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું મને ઝાડા-ઊલટી છે. ત્રીજી ઓડિયો ક્લિપમાં મગનભાઈ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મુક્યો હજી. ગમે તેમ કરીને કલેક્ટરને રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મગફળી કૌભાંડ મુખ્ય આરોપીની ઓડિયો ક્લિપ વાઈરલ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ સમાચાર ઈંડિયા ગુજરાતી સ્થાનિક સમાચાર સમાચાર ભારતીય ટીમ ધોની વિરાટ કોહલી મોદી ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો અમદાવાદના આજના સમાચાર અમદાવાદ ભાવનગર પાટણ દાહોદ મહીસાગર અને વડોદરા Vadodara Patan Bhavnagar Dahod Ahmedabad News Gujarat Samachar Business News Gujarati News Rajkot News #gujarat Samachar Pm Narendra Modi Latest Gujarati News Regional News Of Gujarat Gujarat Samachar In Gujarati Live News In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

નવી ઊંચાઈઓ પર બજાર, સેંસેક્સ પહેલીવાર 37849 પર અને નિફ્ટી 11420 પર ખુલ્યુ

ગ્લોબલ બજારોમાંથી મળેલી મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજરરે નવા રેકોર્ડ સાથે શરૂઆત કરી ...

news

ખુશખબરી - આયુષ્યાન ભારતથી 10 હજાર લોકોને મળશે નોકરી

કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી એન/એચપીએમ) ...

news

ગૂગલની ભૂલથી એડ્રોયડ મોબાઈલમાં આવ્યો UIDAIનો હેલ્પલાઈન નંબર, માંગી માફી

ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા (UIDAI)નુ કથિત ...

news

ગુજરાતમાં ક્યા સ્થાનો પર વીજળી થશે સસ્તી અને ક્યા થશે મોંધી જાણો...

ગુજરાત રાજ્યમાં ઉર્જા-વીજ સેવા આપતી કંપની હવે પોતાના ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine