શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (11:01 IST)

પેટ્રોલ 58 પૈસા મોંઘુ, ડીઝલના ભાવમાં 31 પૈસાની કપાત

પેટ્રોલની કિમંતોમાં ગુરૂવાર(15 સપ્ટેમ્બર) પ્રતિ લીટર 58 પૈસાનો વધારો જ્યારે કે ડીઝલની કિમંતોમાં પ્રતિ લીટર 31 પૈસાની કમી આવી ગઈ.  આંતરરાષ્ટ્રીય વલણો મુજબ નવી કિમંતો નક્કી થઈ ગઈ છે. ગુરૂવારે અડધી રાતથી પેટ્રોલની કિમંત 64.05 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે જ્યારે કે પહેલા આ 63.47 રૂપિયા પ્રતિ લીટર હતી.  આ જ રીતે ડીઝલની કિમંત હવે પ્રતિ લીટર 52.63 રૂપિયા થઈ જશે. જે અત્યાર સુધી 52.94 રૂપિયા પ્રતિ લીટર હતી. આ મહિને પેટ્રોલની કિમંતોમાં થયેલ આ બીજો વધારો છે.   જ્યારે કે ડીઝલની કિમંતો અગાઉ વધારવામાં આવી હતી. પણ આ વખતે ઘટાડવામાં આવી છે. આ પહેલા પેટ્રોલના ભાવમાં 3.38 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિમંતોમાં 2.67 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. વધેલી કિમંતો 1 સપ્ટેમ્બરના રોજ લાગૂ થઈ હતી. જ્યારે કે સ્વતંત્રતા દિવસ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરની કમી આવી હતી.