ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 જુલાઈ 2015 (12:01 IST)

સાવધાન ! ચીનમાંથી આવી રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, ક્યાક તમે ખાતા તો નથી ને ?

ખાવાના સામાનમાં થઈ રહેલ ભેળસેળના સમાચાર વચ્ચે ચીનમાંથી પ્લાસ્ટિકવાળા ચોખા આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આરોપ લગાવાયો છે કે ભારતના વેપારી અસલી ચોખામાં તેને મિક્સ કરીને વેચી રહ્યા છે. 
 
એટલુ જ નહી બજારમાં હીંગ પણ નકલી વેચવામાં આવી રહી છે. અને કેરીને કેલ્શિયમ કાર્બાઈડથી પકવવામાં આવે છે. આ આરોપોને ગંભીરતાથી લેતા મુખ્ય ન્યાયાધીશ જી. રોહિણી અને ન્યાયમૂર્તિ જયંત નાથની ખંડપીઠે અરજી પર સુનાવણી માટે 20 જુલાઈનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે ફળ અને શાકભાજીઓમાં રસાયણ મામલે સુનાવણી પહેલાથી નક્કી હતી. સુગ્રીવ દુબેએ નવુ આવેદન નોંધીને ખંડપીઠનુ ધ્યાન ચીનથી આયાત કરતા પ્લાસ્ટિકના ચોખા તરફ દોર્યુ. 
 
તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ ધંધો ચાલી રહ્યો છે. સામાન્ય લોકો પ્લાસ્ટિકવાળ ચોખા અને અસલી ચોખાના અંતરને ઓળખી નથી શકતા. આ જોવામાં અસલી જેવા છે પણ તે હજમ થતા નથી તેનાથી ગેસની ગંભીર સમસ્યા ઉભી થાય છે. 
 
દુબેનુ કહેવુ છે કે ચોખાની આયાત અનેક દેશોમાંથી થાય છે પણ તેની ગુણવત્તાની તપાસ માટે કોઈ વ્યવસ્થા નથી. તપાસ માટે કોઈ સૈપલ નથી લેવામાં આવતા. 
 
હીંગ પણ નકલી મળી રહી છે અને ટ્રકમાં કેરી ભરતી વખતે તેમા કેલ્શિયમ કાર્બાઈડ મુકી દેવામાં આવે છે. પચાસ ગ્રામ કાર્બાઈડ 100 કિલો કેરી માટે પુરતી હોય છે. તેમણે કોર્ટને આગ્રહ કર્યો  કે સરકાર જથ્થાબંધ વેપારીઓને ત્યા છાપા મારીને સૈંપલ લેવાનો આદેશ આપે.