ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 17 ઑગસ્ટ 2015 (10:32 IST)

કંપનીએ ગ્રાહકોને કહ્યુ - 'તેમના કંડોમનો ઉપયોગ કરવો બંધ કરે'

કંડોમ બનાવનારી જાણીતી કંપની ડ્યૂરેક્સે સિંગાપુરમાં પોતાના ગ્રાહકો પાસે માફી માંગતા કહ્યુ છે કે તેઓ તેમના કંડોમનો ઉપયોગ કરવો બંધ કરે. કંપની આ માટે એક છાપામાં માફીનામુ પણ છાપ્યુ છે. 
 
આ માફીનામાં કંપનીએ કહ્યુ કે અમે બધા સિંગાપુરવાસીઓ પાસે માફી માંગીએ છીએ. છેલ્લા 50 વર્ષોમાં જ્યારે સિંગાપુરની ઈકોનોમી ઝડપથી આગળ વધી રહી હતી એ સમયે દેશનો બર્થ રેટ (જન્મ દર) ખૂબ ઝડપથી નીચે ગબડી રહ્યો હતો અને હવે આ અમારા ધ્યાનમાં આવ્યુ કે હકીકતમાં આપણે તેને કારણે પરેશાનીમાં આવી શકીએ છીએ. 
 
કંપનીએ પ્રકાશિત કરવામાં આવેલ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમે લોકોને આ વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમારા દ્વારા આવુ કરવાનો કોઈ ઈરાદો ન અહોતો અને આ નવી માહિતી સાથી અમે તમારી પાસે માફી માંગીએ છીએ. આ મુશ્કેલ આત્મપરીક્ષણ પછી અમે એક્શન લેવાનો નિર્ણય લીધો. 
 
માફીનામાં કહેવામાં આવ્યુ છે કે 9 ઓગસ્ટથી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોડક્ટ્સને યૂઝ ન કરો અને સિંગાપુરના ગોલ્ડન જુબલી ઈયરને જોરદાર સેલિબ્રેટ કરો. કંપનીએ કહ્યુ કે તમારા સહયોગ અને સપોર્ટથી આપણે આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિથી જલ્દી મુક્તિ મેળવી લઈશુ.