ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 14 નવેમ્બર 2016 (11:28 IST)

નોટ બેન : સરકારે આપી લોકોને રાહત, 24 નવેમ્બર સુધી ચાલશે 500-1000ના નોટ

દેશમાં 1000 અને 500ના નોટ બેન કરવાના મુદ્દા પર જનતાને થઈ રહેલ પરેશાનીઓને જોતા પીએમ મોદીએ રવિવારે પોતાના રહેઠાણ પર વરિષ્ઠ મંત્રીઓની બેઠક બોલાવી. આ બેઠકમાં લોકોને રાહત આપતા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા. તેમા 500 અને 1000 રૂપિયાના નોટોને હવે 24 નવેમ્બરની અડધીરાત સુધી ચાલી શકશે. જોકે તેનો ઉપયોગ કેટલીક જરૂરી સેવાઓ જેવી કે હોસ્પિટલ, સ્મશાન ઘાટ, મેટ્રો સ્ટેશન, દવાની દુકાનો, પેટ્રોલ પંપો પર જ કરી શકાશે. 
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે મોડીરાત્રે નોટ પ્રતિબંધના મુદે ચર્ચા કરવા માટે એક મીટીંગ બોલાવી હતી. વડાપ્રધાનના નિવાસે યોજાયેલી આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, માહિતી અને પ્રસારણ મંત્રી વેકૈયા નાયડુ, વિજળી મંત્રી પીયુષ ગોયલ, આર્થિક મામલાના સચિવ શશીકાંત દાસ અને ટોચના ઓફિસરો હાજર રહ્યા હતા. 
 
   આ બેઠકમાં દેશભરમાં નોટ પ્રતિબંધ બાદ પૈસાની અછતને કારણે લોકોમાં વધી રહેલી અજંપાની સ્થિતિ અને ગુસ્સા અંગે ચર્ચા થઇ હતી. પીએમ મોદીએ આ મીટીંગમાં એ પગલાઓ અંગે વિસ્તારથી વાત કરી હતી જે કેશની સપ્લાયને સુધારવા માટે પહેલેથી લેવાય ચુકયા છે.
 
   આ બેઠકમાં આ મુદે ચર્ચા થઇ હતી.
 
-  બેંકોને ઓછામાં ઓછા 50,000 રૂપિયા સુધીની કેશ લીમીટ વધારવાની સલાહ આપવામાં આવી 
-  વધુ વસ્તીવાળા ક્ષેત્રોમાં વધુ સંખ્યામાં માઇક્રો એટીએમ લગાવવામાં આવે. 
- બેંકોમાં સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે અલગથી લાઇન લગાવવી 
- એવા લોકો માટે અલગ લાઇન લગાવવી જે જુની નોટો બદલવા માટે બેંકમાં આવ્યા હોય. હાલ કેટલાક સ્થળે જેમ કે, પેટ્રોલ, હોસ્પિટલ, સરકારી ચલણ, સરકારી ભરણુ વગેરેમાં 500 અને 1000ની જુની નોટ સ્વીકારવાની અંતિમ તા.14 નવે.થી 24 નવેમ્બર મધરાત સુધી કરવામાં આવી છે. 
- એક દિવસમાં એટીએમનો ઉપયોગ વધુ વખત કરવા દેવો 
- ગ્રામીણ વિસ્તારોમાં મોબાઇલ બેન્કીંગ વેન મોકલવામાં આવે. 
 
 આ બેઠકમાં સ્થિતિ સામાન્ય બનાવવા અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. આર્થિક મામલાના સચિવ શશીકાંત દાસે કહ્યુ હતુ કે, બેંકોને ઓછામાં ઓછા 50,000 રૂ. સુધીની કેશ લીમીટ વધારવા સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે, વધુ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ સંખ્યામાં માઇક્રો એટીએમ લગાવાશે.