મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 8 એપ્રિલ 2015 (11:53 IST)

50 ટકા નહી હવે 33 ટકાના પાકનુ નુકશાન થતા પણ ખેડૂતોને મળશે વળતર - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અત્યાર સુધી 50 ટકાથી વધુ પાક નુકશાન થવાથી વળતર મળતુ હતુ. પણ હવે સરકારે નક્કી કર્યુ છે કે 33 ટકા પાક નુકશાન થતા પણ વળતર આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યુ કે ખેડૂતોને મળનારુ વળતર 1.5 ગણુ વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. 
 
પીએમ મોદીએ જણાવ્યુ કે બેંકોને કહેવામાં આવ્યુ છે કે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોના લોનની પુનર્ગઠન કરે. વીમા કંપનીઓએ પણ તેમના દાવાને છુટકારો  મેળવવા સક્રિયતાથી કરવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
નવી દિલ્હીમાં મુદ્રા બેંકના લૉંચિંગના પ્રસંગ પર તેમણે કહ્યુ કે સરકાર ખેડૂતોની મદદ માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે મુદ્રા બેંકનુ લક્ષ્ય છે બિન-નાણાકીય નાના ઉદ્યમિઓને ધન એકત્ર કરાવવુ  દેસ્ય્હમાં બચતની આદત વધારવાની જરૂર. 
 
તેમણે સંબોધનમાં કહ્યુ કે દેશમાં સ્વરોજગારને વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યુ કે 5.70 કરોડ લોકોએ નાના ઉદ્યોગોથી 12 કરોડ લોકોને રોજગાર આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મોટા ઔદ્યોગિક ઘર ફક્ત 1.25 કરોડ લોકોને રોજગાર આપે છે. જ્યારે કે નાના ઉદ્યોગો 12 કરોડ લોકોને રોજગાર આપે છે.  
 
તેમણે ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન પતંગો પર ગુજરાત સરકારના કામને યાદ કરાવતા કહ્યુ કે આ ઉદ્યોગને માત્ર થોડુ ધ્યાન આપીને 35 કરોડથી 500 કરોડનો બનાવાયો.