શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (12:58 IST)

બજેટ સત્ર 2015 - રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણની 10 મોટી વાતો

સંસદના કેન્દ્રીય કક્ષમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અભિભાષણની સાથે સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. પ્રણવ મુખર્જીએ સત્રની શરૂઆત કરતા કહ્યુ કે મોંઘવારી પર રોક લગાવવી પ્રથમ પ્રાથમિકતા રહેશે. એલપીજી સબસીડી 1 જાન્યુઆરીથી લાગુ થઈ. ગરીબોના કલ્યાણ માટે સરકાર કામ કરશે. સરકારે વેપારને સરળ બનાવવાનુ કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે સબકા સાથ સબકા વિકસ મારી સરકારનો ઉદ્દેશ્ય છે. 
 
અભિભાષણમાં પ્રણવ મુખર્જીએ કહ્યુ કે હુ બધા સાંસદોને અપીલ કરીશ કે તેઓ પોતાના સાંસદ નિધિની 50 ટકા સ્વચ્છ ભારત અભિયાંપર ખર્ચ કરો. સરકારની ટોચની પ્રાથમિકતા સમાવેશી વિકાસ છે. જેમ સૌથી કમજોર તબક્કાની પ્રગતિનો સમાવેશ છે. કાયદાકીય સુધાર મારી સરકારની એક મોટી પ્રાથમિકતા છે. જેમા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગનુ રચનામાં પણ સમાવેશ છે. 
 
રાષ્ટ્રપતિએ કહ્યુ કે સરકાર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને જ સ્તરોનુ કાળા નાણાના સૃજનને રોકવા માટે બધા જરૂરી પગલા ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર વિધિવત પરામર્શ પ્રક્રિયા સાથે નદીઓને પરસ્પર જોડવાની પરિયોજનાનુ અમલીકરણ પ્રત્ય્હે પુર્ણત પ્રતિબદ્ધ છે. સરકારે જમ્મુ કાશ્મીરના વિસ્થાપિત લોકોમાટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યોછે. જેમા 60 હજારથી વધુ કાશ્મીરી પંડિત પરિવારોના પુનર્વાસને સુગમ બનાવવાનો સમાવેશ છે.  રાષ્ટ્રપતિએ કહ્યુ કે સરકાર પડોશી દેશ સાથે સંબંધોમાં નવો જીવ ફૂંકવા સાથે જ પોતાના હિતોને સ્પષ્ટ રૂપે વ્યક્ત કરવા માટે પોતાની સીમાઓની રક્ષા અને જનતાની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
મુખર્જીએ કહ્યુ કે સરકાર સતત પ્રયાસો અને નીતિગત પહેલોની પરિણામસ્વરૂપ દેશની આર્થિક વ્યવસ્થા પુન: ઉચ્ચ વિકાસ પર છે અને હાલના અનુમાનો મુજબ અમારી જીડીપી 7.4 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે. જેને ભારતને વિશ્વમાં તીવ્રતમ ગતિથી વૃદ્ધિ કરનારી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. શિશુ લિંગાનુપાતમાં અનેક દસકાઓથી સતત કમીથી ચિંતિત સરકારે 'બેટી બચાવો.. બેટી પઢાઓ' અભિયાન જેવી શરૂઆત કરી છે  જે લોકોના વિચારમાં બદલાવ લાવવા માટે છે. જેનાથી તેઓ પુત્રીઓના જન્મ પર ખુશ થાય. સરકાર દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા પર 'મિશન હાઉસિંગ ફોર ઓલ' ના હેઠલ વર્ષ 2022 સુધી બધા પરિવારોની રહેઠાણની આકાંક્ષાને પુર્ણ કરવા માટે અડગ છે. 
 
બીજી બાજુ રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્ર સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારતની નીતિ પર ચાલશે. સબકા સાથ સબકા વિકાસ આ સરકારનો એજંડો રહેશ્ ગરીબી હટાવવી...મોંઘવારી રોકવી.. મહિલાઓને 33 ટકા અનામત.. દરેકને પાકુ ઘર અને 24 કલાક વીજળી કેન્દ્ર સરકારના એજંડામાં સૌથી ઉપર રહેશે.  
 
આવો જાણીએ કે રાષ્ટ્રપતિના ભાષણમાં મુખ્ય 10 મોટી વાતો..  
 
1. મોંઘવારી રોકવી સરકારની પ્રાથમિકતા 
2. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ થશે. 
3. દરેક રાજ્યમાં આઈઆઈટી અને આઈઆઈએમ ખુલશે 
4. કાશ્મીરી પંડિતોને ઘાટીમાં વસાવવાની યોજના 
5. મહિલાઓને 33 ટકા અનામત અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન 
6. સાર્વજનિક સ્થાનો પર પાંચ વર્ષમાં વાઈ ફાઈ 
7. હાઈ સ્પીડ ટ્રેનની યોજના 
8. 2022 સુધી દરેકને પાકુ ઘર.. પાણી અને 24 કલાક વીજળી 
9. અવિરલ સ્વચ્છ ગંગા પર જોર 
10.આતંકવાદ પર જીરો ટોલરેંસની નીતિ.