શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 19 ઑગસ્ટ 2015 (17:25 IST)

તુવેરની દાળ ભાવો વઘ્યા

ડુંગળીના ભાવ તો ગરીબ કે ગૃહિણી તમામ રડાવી રહ્યા છે ત્યાં બીજો એક ફટકો ગૃહિણીઓના બજેટ ખોરવતો તુવેરની દાળના ભાવોનો પડયો છે. ગુજરાતી થાળીમાં દાળ વગર અધૂરી ગણાય છે. કોઈ પણ ગુજરાતીને દાળ વગર ચાલે નહીં તેવી તુવેરની દાળના ભાવમાં એકાએક રૂ.૧૫નો વધારો કિલો દીઠ થતાં ગૃહિણીઓના નારાજગી ફેલાઈ છે.

અઠવાડિયે દસ દિવસ પહેલાં જે તુવેર દાળ કિલોએ રૂ.૧૨૦ના ભાવથી વેચાતી હતી તે અત્યારે રૂ.૧૩૫ પ્રતિ કિલો વેચાઈ રહી છે. માત્ર એક જ સપ્તાહમાં તુવેળ દાળમાં ૧૦થી ૧૨ ટકાનો ભાવવધારો નોંધાયો છે. રસોઈની રાણી તુવેરની દાળના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના માસિક બજેટ ખોરવાયાં. અનાજ માર્કેટમાં હાલમાં તુવેરોની અછત છે.

મોટાભાગે તુવેરની પેદાશ મહારાષ્ટ્રમાં થાય છે. જ્યાં તુવેરની ખેતી મબલખ થાય છે પરંતુ મહારાષ્ટ્રમાં સિઝનનો ૫૦ ટકા જેટલો જ વરસાદ થતા તુવેરની પેદાશ ઉપર અસર થઈ છે. જેથી આવકમાં ઘટાડો થતાં ભાવ વધવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના ભાવ વધતાં તુવેર દાળની આયાત પર અસર થતાં પણ ભાવ વધ્યા છે. અનાજ કરિયાણાના એક વેપારીઅે કહ્યું હતું કે અઠવાડિયા પહેલા અમે રૂ.૧૨૦ કિલો દાળ વેચતા હતા હવે અચાનક તેમાં ભાવવધારો થતા હવે રૂ.૧૩૫ પ્રતિ કિલો વેચવી પડે છે.