મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 માર્ચ 2019 (14:24 IST)

લોકસભા ચૂંટણી 2019: ઈન્દિરા ગાંધીએ કહ્યુ હતુ 'ગરીબી હટાવો', પણ તેમણે ફક્ત ગરીબીનુ પુર્નનિર્માણ કર્યુ - અરુણ જેટલી

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 2019 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવે તો ભારતના 20 ટકા ગરીબ પરિવારને વાર્ષિક રૂ. 72,000 આપવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે  5 કરોડ પરિવારો અને 25 કરોડ વ્યક્તિઓને આ યોજનાનો સીધી લાભ થશે. ગાંધીએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, "અનેક ગણતરીઓ કર્યા પછી અમે જોયુ કે આ યોજના ભૌતિક રીતે શક્ય છે." ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આ યોજનાને તબક્કાવાર રીતે અમલમાં મૂકશે અને તેનાથી 5 કરોડ પરિવારો અને 25 કરોડ લોકોને લાભ થશે. રાહુલ ગાંધીએ આ અંગે વધુ વિગત આપી નહોતી પણ દાવો કર્યો કે આ યોજના અમલમાં મુકવી શક્ય હ્ચે.  રાહુલે આત્મવિશ્વાસ પૂર્વક જણાવ્યુ કે કોંગ્રેસ ઓ સત્તામાં આવશે તો આ નવી યોજનાથી દેશમાંથી ગરીબી દૂર થશે. 
 
બિઝનેસ ટુડે દ્વારા રાહુલ ગાંધીની જાહેરાતનુ વિશ્લેષણ આ રીતે કર્યુ 
 
-  વાર્ષિક 72000 રૂપિયા 5 કરોડ પરિવાર વચ્ચે વહેચવાથી રૂ. 4.60 લાખ કરોડનો બોજો વધશે જે બજેટ 2019-20 ના અંદાજીત ખર્ચ  રૂ. 27,84,200 કરોડના 13 ટકા જેટલો હશે. 
 
- આ રકમ 3.60 લાખ કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની 2019-20ની યોજના કરતા થોડી વધુ રકમની છે જેમા ગરીબો માટેની યોજનામાં સરકારે બજેટમાં 3.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
 
- આ  ભારતના કુલ જીડીપીના લગભગ 2 ટકા હશે. આનો અર્થ એ થાય છે કે યા તો ભારતે તેના નાણાકીય શિસ્ત માર્ગ પર પાછા જવું પડશે, અથવા અન્ય યોજનાઓમા કપાત કરીને સંસાધનો જુટાવવા પડશે. 
 
- રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસે આ યોજનાથી થનારી તમામ  નાણાકીય અસરોનો અભ્યાસ કર્યો છે અને યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા જાણીતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની સલાહ લીધી છે.
 
આ પહેલા આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિએ લોકસભા ચૂંટણી 2019ના મેનિફેસ્ટોને અંતિમ સ્વરૂપ આપવા માટે મળી.  પી ચિદમ્બરના અધ્યક્ષતા હેઠળ સમિતિ દ્વારા મેનિફેસ્ટોની રચના કરવામાં આવી રહી છે. 
 
ફાઈનાંસ મિનિસ્ટર અરુણ જેટલીએ કોંગ્રેસને સંબોધિત કરતા કહ્યુ કે  "તમે દેશને 50 વર્ષ સુધી ગરીબીના મુદ્દે ગેરમાર્ગે દોર્યા છે. જો કે આજે તમે એવું વિચારો છો કે 20% લોકો પાસે રૂ. 12,000,ની આવક નથી હોતી, તો પછી દેશના ગરીબોને ગુમાવવાના નામ પર  તમારી ગરદન પર ક્રોસ અટકી જાય છે. 
 
અરુણ જેટલીએ કહ્યુ કે કૉંગ્રેસ પાર્ટીની તાજેતરની જાહેરાત પર જો સામાન્ય અંકગણિત પરીક્ષણ કરવામાં આવે તો આ 72,000 રૂપિયા મોદી સરકારની તાજેતરમાં ચાલી રહેલ ડીબીટી યોજનાના  2/3  કરતા ઓછી છે, જે વાર્ષિક રૂ. 1.068 લાખની સરેરાશ છે. તેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલ દાવો  એક બકવાસ છે 
 
અરુણ જેટલીએ કહ્ય કે  આજે મોટાભાગના ઔદ્યોગિક કામદારો મહિનાના રૂ. 12,000 /કરતાં વધુ મેળવે છે. 7 મી CPC પછી સરકારમાં લઘુતમ પગાર મહિને રૂ. 18,000 છે. ગ્રામીણ લોકોમાં ભૂમિહીન અને ગરીબ, મનરેગા હેઠળ ચુકવણી મેળવે છે. . શ્રમ માટે લઘુતમ વેતન 42% વધાર્યુ છે. 
 
રાહુલના આ નિવેદન પર અરુણ જેટલીએ કહ્યુ કે ઈન્દિરાજીએ પણ 1971માં ગરીબી હટાવો ના નામથી ચૂંટણી જીતી હતી પણ  તેમણે ગરીબી દૂર કરવા માટે જરૂરી પગલાં લીધા નહોતાં. તેમણે ઉત્પાદકતામાં વિશ્વાસ કર્યો ન હતો, નેહરુલિયન મોડેલ સ્થિર વૃદ્ધિમાં માને છે, તેઓ  માત્ર ગરીબીના પુન:નિર્માણ કરવામાં માનતી હતી,