શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:32 IST)

મુસાફરી થશે મોંધી, રેલ ભાડુ વધી શકે છે

ટ્રેનમાં યાત્રા કરનારા મુસાફરોને હવે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. રેલ ભાડામાં વધારો થઈ શકે છે. એક અંગ્રેજી છાપાના સમાચાર મુજબ આ વર્ષે જૂન સુધી સરકાર રેલ વિકાસ પ્રાધિકરણના નામથી એક સ્વતંત્ર રેલવે નિયામકની રચના કરી શકે છે. 
આ નિયમ મુસાફરોના ભાડા અને માલ ભાડામાં ફેરફાર કરવા સંબંધી સલાહ આપશે. આ સલાહ રેલવેના ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ખર્ચ જેવા કે પેંશન, લોન અને બજારની બીજી તાકતોના આધાર પર કરવામાં આવશે.  રિપોર્ટ મુજબ હાલ રેલ રાજસ્વનો 67 ટકા ભાગ માલ ભાડામાંથી આવે છે. જ્યારે કે ફક્ત 27 ટકા આવક મુસાફર ભાડામાંથી આવે છે.  રેલવે માલ ભાડામાંથી કમાવેલ પોતાના લાભથી મુસાફરોને સબસીડી આપે છે. 
 
છાપા મુજબ એક અધિકારીનુ કહેવુ છે કે સરકાર લાંબા સમયથી રેલ  ભાડુ નક્કી કરવા સંબંધી નિર્ણયોને રાજનીતિથી અલગ રાખવા માંગતી હતી. બની શકે કે આ પ્રસ્તાવને આ મહિને કેબિનેટની મંજૂરી મળી જાય.