ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2015 (16:29 IST)

સૌથી શક્તિશાળી રેલ્વે એન્જીન 'ભીમ' અમદાવાદ-ગાંધીધામ વચ્ચે દોડશે

વારાણસી ખાતે બનેલું દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જીન અમદાવાદથી દોડાવવામાં આવશે. જે ૫૫૦૦ હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે અને  આશરે ૫,૩૮૫ ટનાના માલગાડીના ૬૮ જેટલા ડબા ૯૦ કિ.મી ની ઝડપે ખેંચી  જવાની તાકાતવાળું છે. ભારતીય રેલવેના આ શક્તિશાળી એન્જીનને ભીમ નામ  આપવામાં આવ્યું છે.જે રેલવેના અમદાવાદ ડિવિઝનને ફાળવાયું છે તેને  વટવાથી ગાંધીધામ મુદ્રા વચ્ચે દોડાવવામાં આવનાર છે. નોંધપાત્ર છે કે  આ એન્જીન ટ્રાયલમાં હતું જેને બે દિવસ પહેલા જ રેલવનું સેફ્ટિ  અંગેનું પ્રમાણપત્ર મળી જતા તેને ઉપયોગમાં લેવા માટે સાબરમતી ડિઝલ શેડને સોંપવામાં  આવ્યું છે.

શક્તિશાળી એન્જીન ભીમને લખનઉ ખાતે આવેલી રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્રારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેને ડિઝલ લોકો મોટીવ વર્કસ વારાણસી ખાતે બનાવાયું છે.દેશમાંંં અત્યારે આવા કુલ બે એન્જીન બનાવવામાં આવ્યા છે.જેમાંનું આ પ્રથમ એન્જીન સંચાલન માટે રેલવેના અમદાવાદ ડિવિઝનને સોંપવામાં આવ્યું છે.આ એન્જિનની વિશેષતા એ છે કે તે ઇંધણ ખર્ચમાં ૪ ટકાની બચત કરે છે તેમજ ૧૦ મિનિટ સુધી કોઇપણ જાતની મુવમેન્ટ ન કરવામાં આવે તો એન્જીન જાતે જ બંધ થઇ જાય છે.માલગાડીના ડબાઓને સરળતાથી ખેંચી શકાય અને વધુ સ્પીડે તેને ગંતવ્ય સ્થાને પહોંચાડી ખર્ચ અને સમય બંન્ને બચાવી શકાય તે માટે આ એન્જીનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે ૧૮ કરોડના ખર્ચે બનેલું છે અને તે ઇકો ફ્રેંન્ડલી હોવા ઉપરાંત ચાર ટકા ઇંધણની બચત પણ કરે છે.આ અંગે ડીઆરએમ આલોક તિવારી અને સાબરમતી ડિઝલ શેડના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જીનીયર પી.યુ.જાધવના જણાવ્યા મુજબ દેશમાં હાલ ૪૫૦૦ હોર્સ પાવરના એન્જીન કાર્યરત છે.તેની તુલનામાં ૧૦૦૦ હોર્સ પાવર વધુ તાકાત ધરાવતું આ એન્જીન રેલવેની માલગાડીના પરિવહનક્ષેત્રે કાંતિકારી પરિર્વતન લાવી દેશે. ડિઝલ લોકો પાયલટ માટે સાબરમતી ડિઝલ શેડમાં આધુનિક તાલિમ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે.જેમાંં ડ્રાઇવરોને કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી રહી છે.

ભીમ એન્જીનની વિશેષતા

-     ડિઝલ લોકો મોટીવ ભીમ એન્જીન સામાન્ય રેલવેના એન્જીન કરતા ૧૦૦૦ હોર્સ પાવર વધુ શક્તિશાળી છે.
-     આ એન્જીન એસી અને હિટર બંન્નેની સુવિધા ધરાવે છે.
-     માલગાડીના એન્જીનમાં ડ્રાઇવર માટે ટોઇલેટની સુવિધા હોતી નથી.જ્યારે આમાં યુરીનલ અને વોશબેસીન કેબીનેટની સુવિધા પુરી પડાઇ છે.
-     ૫,૩૮૫ ટન વજન ધરાવતા માલગાડીના ડબાઓ ૯૦ કિ.મી ની સ્પીડે વહન કરી શકે છે.૪ ટકા ઇંધણમાં બચત કરે છે ઉપરાંત તે ઇકો ફ્રેંન્ડલી છે.
-     એન્જીનની દિવાલ થર્મો એકોસ્ટીક ઇન્સ્યુલેટેડ કેબિન વાળી હોવાથી એન્જીનની અંદર અવાજનું પ્રદષણ થતું નથી.
-     આ એન્જીન કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી કાર્યરત છે.જેમાં ઓટો એન્જીન સ્ટાટ અને સ્ટોપ સિસ્ટમ છે.
-     એન્જીનની ગરમી, સ્પીડ, ફ્યુલની ટકાવારી તેમજ તે સિવાયના તમામ ફિચર્સ દર્શાવતું એક જ કોમ્પ્યુટર સ્ક્રીન મુકાયું છે.જેના કારણે ડ્રાઇવરને સંચાલનમાં સરળતા રહે છે.
-     ૧૦ મિનિટ સુધી કોઇપણ જાતની મુવમેન્ટ નહીં થાય તો આ એન્જીન જાતે જ બંધ થઇ જશે.