ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (12:10 IST)

શાકભાજીના ભાવ ફરીથી આસમાને - ટામેટા 80 રૂપિયે કિલો અને ભીંડા 100 રૂ કિલો

સરકાર ભલે અચ્છે દિનની વાત કરતી હોય પણ પ્રજાના દિવસો હજુ પણ ખરાબ જ ચાલી રહ્યા છે.  છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાન પર છે. રોજીંદા વરપરાશના લગભગ બધા શાકભાજી 60 રૂપિયે કોલોથી ઉપર જતા લોકોને ખરાબ દિવસો પાછા આવી ગયા છે. ટામેટાની જ વાત કરીએ તો શહેરના સેટેલાઈટ વિસ્તારના 80 રૂપિયે કિલો વેચાતા થયા છે. હજુ થોડા સમય પહેલા જ ટામેટા 40-50 રૂપિયે કિલો મળતા હતા. જથ્થાબંધ માર્કેટમાં પણ ટામેટાના ભાવ 15% ટકા વધ્યા છે. 

શાકભાજીના ભાવવાધારો પાછળના કારણો આપતા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ સમિતિના સૂત્રો કહે છે કે છેલ્લા પંદર દિવસમાં જે રીતે વરસાદી ઝાપટા પડ્યા અને અમુક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થતા શાકભાજીના સપ્લાય પર અસર પદી છે. અમુક વિસ્તારોમાં શાકના પાકનો બગાડ પણ થવા પામતા આ ભાવ વધારો થયો છે.  જો કે શાકભાજીના ભાવ ઓક્ટોબર સુધી સ્થિર થઈ જશે.  એવુ એપીએમસીના સૂત્રો જણાવે છે. 
 
ટામેટાના ભાવો વધવા પાછળનુ કારણ ઉત્તર ગુજરાતમાં ખરાબ થયેલ વાતાવરણ છે. ટામેટાનો મોટાભાગનો પાક ઉત્તર ગુજરાતમાં થાય છે. 
 




શાકભાજીના ભાવ 
 
ભીંડા - 80-100 રૂપિયે કિલો 
બટાકા - 30-32 રૂપિયે કિલો 
ટામેટા - 70-80 રૂપિયે કિલો 
ટીંડોળા - 80-100 રૂપિયે કિલો 
કરેલા - 60 રૂપિયે કિલો 
મરચાં - 40 રૂપિયે કિલો