ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (13:37 IST)

RBI એ રિવર્સ રેપો રેટે અને રેપો રેટમાં 50 બેસિસ અંકની કપાત કરી, હોમલોન સસ્તી થશે

રિઝર્વ બેંક  ઓફ ઈંડિયાએ રેપો રેટનોદ અર 50 બેસિસ પોઈંટ ઘટાડી દીધો છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી રેપો રેટ 6.75 ટકા થઈ ગઈ છે. જેનો સીધો મતલબ એ છે કે બેંક હવે રિઝર્વ બેંક પાસેથી અપેક્ષા રીતે ઓછા દરે પૈસા ઉધાર લઈ શકશે. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઈ ફેરફાર કર્યો નથી.  રેપો રેટમાં ઘટાડો ઝડપથી વિકાસમાં સહયોગી સાબિત થઈ શકે છે. રેપો રેટ ઘટવાથી હોમ લોન સસ્તા થવાની શક્યતા વધી ગઈ છે. રેપો રેટ ઘટ્યા પછી બેંકો પાસેથી લોનની દરોમાં થોડા ઘણા અંશે ઘટાડો થશે.  જોકે આ કમી રેપો રેટમાં કમીને બરાબર નહી હોય. જો કે દરેક વખતે આ ફાયદો થાય એ જરૂરી નથી. 
 
RBIના નિર્ણય પછી સેંસેક્સ 50 અંક વધીને 25,610ના સ્તર પર અને નિફ્ટી 8 અંકની સામાન્ય તેજી સાથે 7,789ના સ્તર પર પહોંચી ગયો છે. જો કે હાલ મુખ્ય સૂચકાંક સેંસેક્સ 88 અંક કે 0.34ટકાના ઘટાડા સાથે 25,529 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 43 અંક કે 0.55 ટકાના ઘટાડા સાથે 7,752 પર વેપાર કરી રહ્યો છે. 
 
શુ છે રેપો રેટ ? 
 
રેપો રેટે એ દર છે જેના પર વાણિજ્યિક બેંક રિઝર્વ બેંક પાસ્સેથી ઓછા સમય માટે ઉધાર લે છે. જેની અસર વ્યાજ દર પર પડી શકે છે. અગાઉની સમીક્ષામાં આરબીઆઈનો રેપો દરને 7.25 ટકા પર રજુ કર્યો હતો. આરબીઆઈએ 2015માં અત્યાર સુધી વિવિધ ચરણોમાં રેપો દરમાં કુલ 75 આધાર અંકોની કપાત કરી છે.