શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ , ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (12:31 IST)

રિઝર્વ બેંકે રેપો રેટ 25 બેસિસ પોઈંટ ઓછા કર્યા

ફુગાવાની નરમી અને આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો કપાત કરીને 7.75 ટકા કરી દીધી. રિઝર્વ બેંકે રેપો દરમાં કપાત કરવાનો નિર્ણય પ્રસ્તાવિત મૌદ્રિક નીતિગત સમીક્ષાથી લગભગ એક અઠવાડિયા પહેલા જ કરી દીધા. રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા ત્રણ ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવિત હતી. 
 
રિઝર્વ બેંકે આજે રજુ એક નિવેદનમાં કહ્યુ કે તરલતા સમાયોજન સુવિદ્યા (એલએએફ)ના હેઠળ નીતિગત રેપો દર 8.0 ટકામાં 25 આધાર અંકની કપાત કરીને 7.75 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ તત્કાલ રૂપથી પ્રભાવી થઈ ગઈ છે. રિઝર્વ બેંક જાન્યુઆરી 2014થી પોતાની નીતિગત વ્યાજ દરો 8 ટકા પર સ્થિર રાખેલ હતો.