બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (14:27 IST)

Jio Effect: અંબાનીના 45 મિનિટની સ્પીચે મોબાઈલ કંપનીને કરાવ્યુ કરોડોનુ નુકશાન

રિલાયંસ ઈંડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય બેઠક(એ.જી.એમ)માં કંપનીના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોના સત્તાવાર લોચની જાહેરાત કરી. લગભગ 1 કલાક સુધી મુકેશ અંબાની રિલાયંસ જિયો પર બોલ્યા. આ દરમિયાન આઈડિયા અને ભારતી એયરટેલના શેરમાં ભારે વેચાવાલી જોવા મળી. શરૂઆતના 45 મિનિટના ભાષણ દરમિયાન આઈડિયા અને એયરટેલની 13,870 કરોડ રૂપિયાની માર્કેટ કૈપ (બજાર મૂડી) સાફ થઈ ગઈ જ્યારે કે દિવસભરના વેપારમાં બંને કંપનીઓની માર્કેટ કૈપ કુલ 11,642 રૂપિયા ઘટી. 
 
મુકેશ અંબાનીનુ ભાષણ શરૂ થતા જ ભારતી એયરટેલ અને આઈડિયાના શેરમાં ઘટાડો શરૂ થઈ ગયો. આ દરમિયાન ભારતી એયરટેલની માર્કેટ કૈપ 11,025 કરોડ રૂપિયા ઘટી જ્યારે કે આઈડિયા સેલ્યુલરની માર્કેટ કૈપમાં 2,845 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ 11.05 વાગ્યા ભારતી એયરટેલની માર્કેટ કૈપ 1,31,913 કરોડ રૂપિયા હતી જ્યારે કે 11:55 વાગ્યે માર્કેટ કૈપ ઘટીને 1,20,888 કરોડ રૂપિયા પહોંચી ગઈ. બીજી બાજુ આઈડિયાની માર્કેટ કૈપ 45 મિનિટમાં 33,524 કરોડ રૂપિયાથી ઘટીને 30,679 કરોડ રૂપિયા પહોંચી ગઈ. 
 
આ કંપનીઓનુ માર્કેટ ગબડ્યુ 

    કંપની   શરૂઆત    3.30 વાગ્યે    ભાવ   ફેરફાર  માર્કેટ કેપ ઘટી  (કરોડોમાં) 
ભારતી એયરટેલ  331    310.70   - 6.37(ટકા)   8,114
આઈડિયા સૈલ્યુલર  93.50      83.70 -10.48(ટકા)   3,528
ટાટા ટૈલીસર્વિસેજ    6.49        6.19   -2.83(ટકા)        58
ટાટા કમ્યુનિકેશન     526    514.25    2.18(ટકા)      430
રિલાયંસ કમ્યુનિકેશન     55.10      49.15    8.81(ટકા)   1,481
 
 
કોલ રેટ ઓછુ કરવા પર વિવશ થશે કંપનીઓ 
 
બજાર અભ્યાસ અને સાખ નિર્ધારક કંપની ક્રિસિલે કહ્યુ છે કે રિલાયંસ જિયોની વ્યવસાયિક લોંચિગ અને તેના દ્વારા કરવામાં આવી રહેલ પ્લાનને ધ્યાનમાં રાખતા અન્ય દૂરસંચાર સેવા પ્રદતા કંપનીઓ પણ કૉલ દર ઘટાડવા પર લાચાર રહેશે.  ક્રિસિલ રિસર્ચે  કહ્યુ, 13 વર્ષ પછી નવા અવતારમાં આવવાની સાથે જ રિલાયંસ જિયો ઈન્ફોકોમ બજારના માનક બદલવા તરફ અગ્રેસર છે. આ ખૂબ આક્રમક વલણ છે અને આપણી આશાઓથી ખૂબ ઓછા છે. ક્રિસિલના મુજબ મધ્યમથી લઈને ખૂબ વધુ મોબાઈલ બિલ ભરનારા ગ્રાહકોને બિલ પણ રિલાયંસ જિયોની સેવા લેવા પર 50 થી 60 ટકા ઓછુ થઈ જશે. 
 
149 રૂપિયાથી 4,999 રૂપિયા સુધી છે પ્લાન 
 
કંપનીએ સ્મોલ (એસ)થી લઈને ટ્રિપલ એક્સ એલ (એક્સ.એક્સ.એક્સ.એલ.) સુધીના પેક રાખ્યા છે. 
 
પૈક એસ 
 
પ્લાનની કિમંત 149 રૂપિયા છે જેમા 0.3 જીબી. 4જી ડેટા મળશે અને 100 એસ.એમ.એસ. ફ્રી થશે. 
 
પૈક એમ. 
 
499 રૂપિયાનો છે. જેમા 4 જી.બી 4જી ડેટા મળશે. અને રાત્રે ગ્રાહકો અને રાત્રે ગ્રાહક અનલિમિટેડ ફ્રી 4જી યૂઝ કરી શકે છે. 
 
પૈક લાર્જ 
 
એક્સ.એલ. એકસ.એક્સ.એલ. અને એક્સ.એક્સ.એક્સ.એલ. - આની કિમંત ક્રમશ 999 રૂપિયા, 1499 રૂપિયા, 2499 રૂપિયા અને 4999 રૂપિય છે. ડાટા પેકમાં ગ્રાહકોને ફ્રી વૉયસ કૉલ પણ મળશે. મતલબ વૉયસ કૉલ ફ્રે હશે પણ આ માટે તમને ડેટા ચાર્જ આપવો પડશે.