શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 નવેમ્બર 2015 (12:14 IST)

સ્ટેટ બેંક ઓફ ઈંડિયા - વિજય માલ્યા સંપૂર્ણ રીતે નાદાર(ડિફૉલ્ટર) જાહેર

સ્ટેટ બેંક ઓફ ઈંડિયા મતલબ એસબીઆઈએ વિજય માલ્યાને સંપૂર્ણ રીતે ડિફૉલ્ટર જાહેર કર્યા છે. બેંકે આવુ કેમ કર્યુ આવો જાણીએ. 
 
એસબીઆઈએ વિજય માલ્યા ઉપરાંત યૂબી હોલ્ડિંગને પણ ડિફોલ્ટર મતલબ જાણીજોઈને દેવુ ન ચુકવનારા જાહેર કર્યા છે. એસબીઆઈ ટૂંક સમયમાં જ આરબીઆઈ અને સંબંધિત એજંસીને વિજય માલ્યા ઉપરાંત યૂબી હોલ્ડિંગના બિલકુલ ડિફૉલ્ટર જાહેર કરવા સંબંધિત રિપોર્ટ મોકલશે. ઉલ્લેખનીય છે કે કિંગફિશર પર 17 બેંકોના લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવુ  છે. કિંગફિશર પર એસબીઆઈનુ લગભગ 1600 કરોડનુ દેવુ છે. 
 
ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટ 2014ના રોજ કોંગફિશરને એસબીઆઈ તરફથી સંપૂર્ણ રીતે નાદાર જાહેર કરવાની નોટિસ પણ મળી હતી અને 14 સપ્ટેમ્બરના રોજ કિંગફિશરે એસબીઆઈના નોટિસ વિરુધ દસ્તાવેજ માંગ્યા હતા. પછી 15 ફેબ્રુઆરી 2015ના રોજ કિંગફિશરે એસબીઆઈના નિર્ણય વિરુદ્ધ અરજી આપી હતી. 
 
15 જૂન 2015ના રોજ એસબીઆઈએ વિજય માલ્યાને વ્યક્તિગત રૂપે હાજર થવા માટે કહ્યુ હતુ અને 15 સપ્ટેમ્બર 2015ના રોજ સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાના વકીલોને કાર્યવાહીમાં સામેલ થવાની મંજુરી આપી. અને હવે જઈને 15 નવેમ્બર 2015 ના રોજ એસબીઆઈએ વિજય માલ્યા સહિત કિંગફિશર અને યૂબી હોલ્ડિંગને સંપૂર્ણ રીતે નાદાર જાહેર કરી દીધા.