ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 13 નવેમ્બર 2015 (11:55 IST)

સ્નૈપડીલ પર પાંચ મિનિટમાં 60,000 મેગી કિટ્સ વેચાયા

ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ પર મેગીની 60000 વેલકમ કિટ્સ માત્ર પાંચ મિનિટમાં વેચાય ગઈ.  આ પહેલા સ્નૈપડીલે આ અઠવાદિયે જાહેરાત કરી હતી કે તે નેસ્લેના મેગી નૂડલ્સનુ વેચાણ એક વિશિષ્ટ ફ્લેશ સેલ મોડલના દ્વારા કરશે. નૂડલ્સ બ્રાંડની લગભગ પાંચ મહિના પછી પરત આવી રહી છે. 
 
નેસ્લેના લોકપ્રિય 2 મિનિટ ઈંસ્ટેટ નૂડલ્સ બ્રાંડના વેચાણ પર તેમા સીસાની માત્રા નક્કી સીમાથી વધુ જોવા મળ્યા પછી પ્રતિબંધ લગાવી દીધો હતો.  
 
મૈગીની વેલ્કમ કિટ : (2 પેકેજ મૈગી, 2016ના મૈગી ક્લેંડર, મૈગી ફ્રિંજ મૈગ્નેટ, મૈગી પોસ્ટકાર્ડ અને વેલકમ બૈકનો પત્ર) ને માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 
 
સ્નૈપડીલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (ભાગીદારી અને રણનીતિક પહેલ) ટોની નવીને કહ્યુ, સ્નેપડીલે મેગી વેલકમ કિટ પહેલા 60,000ના બૈચના વેચાણ માત્ર પાંચ મિનિટમાં પૂરુ કરી લીધુ. ભારતના સર્વાધિક લોકપ્રિય બ્રાંડોમાંથી એકની ખૂબ આતુરતાથી રાહ જોવાય રહી હતી.   દેશભરના ઉપભોક્તાએ આને લઈને ખૂબ ઉત્સાહવર્ધક પ્રતિક્રિયા બતાવી.
     
ફલેશ સેલ એક ઈ-કોમર્સ વેપાર મોડલ છે. જેમા કોઈ વેબસાઈટ સીમિત સમય માટે કોઈ એક ઉપ્તાદની રજુઆત કરે છે. શક્યત ગ્રાહકોએ પહેલાથી નોંધણી કરાવવાની હોય છે. મૈગી વેલ્કમ કિટ્સના નવા બેચનુ વેચાણ 16 નવેમ્બરના રોજ કરવામાં આવશે. 
 
મુંબઈ હાઈકોર્ટે ઓગસ્ટમાં મેગી પરથી પ્રતિબંધ હટાવતા સરકાર દ્વારા માન્યતા પ્રાત્પ ત્રણ પ્રયોગશાળાઓમાં આ બ્રાંડનુ નવેસરથી પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો.