શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (11:35 IST)

મોંઘુ પડ્યુ ભાડુ ઘટાડવુ.. મુશ્કેલીમાં સ્પાઈસજેટ

આર્થિક સંકટથી મુશ્કેલીમાં સપ્ડાયેલી સ્પાઈસજેટનુ ભાડુ ઓછી કરવાનો નિર્ણય તેમનો ખાસો મોંઘો પડી શકે છે. કર્ઝમા ડૂબેલી આ વિમાન કંપની પર હવે કૈશ એંડ કૈરીનો ખતરો મંડરાય રહ્યો છે. 
 
કંપનીને એયરપોર્ટ અથોરિટી ઓફ ઈંડિયાના 170 કરોડ રૂપિયાના બાકી રકમને કારણે બુધવાર સુધી બાકી રકમની ચુકવણી કરવી પડશે. જો કંપની બુધવાર સુધી બાકી રકમ નથી ચુકવી શકતી તો ગુરૂવારથી એએઆઈ તેને કૈશ એંડ કૈરી માટે મજબૂર કરી શકે છે.  
 
કૈશ એંડ કૈરી હેઠળ તેણે પહેલા ફ્લાઈટ માટેની રકમ ચુકવવી પડશે. ત્યારબાદ જ તેને વિમાન ઉડાવવાની મંજુરી આપવામાં આવશે. 
 
સૂત્રોના મુજબ સ્પાઈસ જેટ પર અનેક અન્ય વેંડરનુ પણ કર્જ છે અને તે પણ આ મામલે એએઆઈના રસ્તા પર ચાલી શકે છે. જો એવુ થાય છે તો સ્પાઈસજેટને કામ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  
  
જો કે સ્પાઈસજેટના સૂત્રોનુ કહેવુ છેકે બુધવાર સુધી તેમના પર કૈશ એંડ કૈરી નિયમ લાગૂ નથી.  સ્પાઈસ જેટને એક મહિના પછીની ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરાવવાતેહે પણ રોકવામાં આવ્યા છે. બીજી બાજુ વિમાનોની કમીને કારણે પહેલા જ સ્પાઈસજેટે ડિસેમ્બર મહિનામાં બે હજારથી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી. તાજેતરમાં જ સ્પાઈસજેટ દ્વારા ભાડુ વધારવા વિશે પણ સાંભળવામાં આવ્યુ હતુ. પણ ભાડુ વધારવા છતા કંપનીની મુશ્કેલી જ્યાની ત્યા જ કાયમ છે. 
 
ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટ દેશના મહત્વપુર્ણ માર્ગો પર પોતાના પ્રતિદ્વંદીયોના સામે 100 ટકા સુધી ભાડુ ઓછુ કરવનઈ ઓફર આપી રહી છે. જો કે માર્કેટમાં કૈપેસિટી ઓછુ થવાને કારણે સરેરાશ ભાડુ 15 ટકા વધી ગયુ છે.