ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 ફેબ્રુઆરી 2015 (16:56 IST)

સ્પાઈસ જેટની ટિકિટોનું મહાસેલ, 599 રૂપિયામાં ટિકિટ !

ઘરેલુ વ્યાજબી વિમાન સેવા કંપની સ્પાઈસ જેટે બે અઠવાડિયાની અંદર ચોથી સેલ લોંચ કરતા હવે ચાર લાખ ટિકિટો. પહેલા આવો પહેલા મેળવો ના આધાર પર વેચાણ માટે મુકી છે જેમની શરૂઆતી કિમંત 599 રૂપિયા છે. કંપનીએ જણાવ્યુ કે સેલ શરૂ થઈ ચુકયો છે  અને આ 13 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જ્યારે કે તેના હેઠળ 01 જુલાઈથી 24 ઓક્ટોબર સુધીની જ ઉડાનો માટે ટિકિટો ખરીદી શકાય છે. 
ચાર લાખ ટિકિટોમાંથી ઘરેલુ ઉડાનોની એક લાખ ટિકિટો 599 રૂપિયાની કુલ કિમંત પર મળી રહેશે. જ્યારે કે અન્ય ટિકિટો પણ વ્યાજબી દરે પર મળી જશે. ઓફર હેઠળ હૈદરાબાદ-વિજયવાડા, દિલ્હી-દહેરાદૂન, ગુવાહાટી-કોલકાતા અમદાવાદ- મુંબઈ અને બેંગલુરૂ-હૈદરાબાદ રૂટની વિમાનોનો સમાવેશ છે. 
 
આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં દિલ્હી-કાઠમંડુ રૂટ પર ન્યૂનતમ 3499 રૂપિયાની કુલ કિમંત પર ટિકિટો મળી રહેશે. જ્યારે કે અન્ય રૂટો પર પણ સસ્તી ટિકિટો ખરીદી શકાય છે. કંપનીના મુજબ આંતરરાષ્ટ્રીય ઉડાનોમં કોલંબો અને કાબુલ જનારી ઉડાનો ઉપરાંત દુબઈ-અમદાવાદ-દુબઈ રૂટને સેલથી અલગ રાખવામાં આવી છે.