ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 માર્ચ 2015 (11:25 IST)

RBIની ગુડ ન્યુઝને કારણે શેર માર્કેટમાં ઐતિહાસિક ઉછાળો, સેંસેક્સ પહેલીવાર 30 હજારને પાર

રેપો રેટ ઓછો થવાથી શેર બજારમાં પણ આની અસર જોવા મળી છે. 400 અંકોની ઉછાળ સાથે સેંસેક્સ 30 હજાર પાર પહોંચી ગયો છે. નિફ્ટીમાં પણ 114 અંકોની બઢત જોવા મળી છે. સ્ટોક માર્કેટના ઈતિહાસમાં પહેલીવાર એવુ થયુ છે કે સેંસેક્સ 30 હજારની પાર પહોંચી ગયો છે. જો કે સવારે 9.54 વાગ્યે સેંસેક્સ 258.22 અંકોની તેજી સાથે 29,851.95 પર અને નિફ્ટી પણ લગભગ આ જ સમયે 71.20 અંકોની તેજી સાથે 9,067.45 પર વેપાર કરતો જોવા મળ્યો. 
 
મુંબઈ સ્ટોક એક્સચેંજ ના 30 શેર પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ 343.54 અંકોની તેજી સાથે 29,937.27 પર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 112.90 અ&કોની તેજી સાથે  9,109.15  પર ખુલ્યો. આ ઉપરાંત અમેરિકી ડોલરની સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈ ગયો છે. ડોલર સામે રૂપિયો 61.65 પહોંચી ગયો છે. 
 
 
આ પહેલા દેશવાસીઓને હોળીની ભેટ આપતા રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ બુધવારે સવારે રેપો રેટમાં 0.25 ટકાની કપાત કરી દીધી. આ સાથે જ વ્યાજ દર હવે 7.75 ટકાથી ઘટીને 7.50 ટકા થઈ ગયો છે. ત્યારબાદ જ સેંસેક્સમાં આ ઉછાળો આવ્યો. રિઝર્વ બેંકે આ પહેલા 15 જાન્યુઆરીએ વ્યાજ દરો ઘટાડીને બજારને ચોકાવ્યુ હતુ. જો કે આરબીઆઈએ સીઆરઆરમાં કોઈ ફેરફાર કર્યો નથી. સીઆરઆર 4 ટકા પર સ્થિર છે. 
 
ઈંડસ્ટ્રીનું કહેવુ છે કે રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં કપાતની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર થશે. બેંક ગ્રાહકો સુધી વ્યાજ દરોમાં કપાતનો લાભ પહોંચાડે છે. તો આની ઘરેલુ ડિમાંડ પર સારી અસર થશે. 
 
રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનુ કહેવુ છે કે મોંઘવારી દરમાં કમી અનુમાનથી વધુ છે. તેને જોતા વ્યાજ દરોમાં કપાતનો નિર્ણય કરવામાં આવ્યો. રિઝર્વ બેંક રાજકોષીય નીતિયો સાથે સમન્વય બન્યો.