મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2015 (15:06 IST)

તત્કાલ ટિકિટ પર રિફંડ !! જાણો આ રેલ બજેટમા લોકો શુ ઈચ્છે છે

ચાણક્ય સર્વે એજેંસીએ 26 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા રેલ બજેટ પહેલા સામાન્ય લોકોની આશાઓ જાણવાનો પ્રયત્ન કર્યો.  અનેક વર્ષો પછી આવુ થશે કે પુર્ણ બહુમતવાળી સરકાર રેલવે અને સામાન્ય બજેટ રજુ કરશે. રેલ બજેટને લઈને લોકો સરકાર પાસે શુ ઈચ્છાઓ આશાઓ રાખી રહ્યા છે. આ સર્વે દ્વારા લોકો પાસેથી આ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સર્વેમાં જોવા મળ્યુ કે જનતા આ વખતમાં શુ વિશેષ આશાઓ રાખી રહી છે. જેમા મુખ્ય વાતો આ પ્રમાણે છે... 
 
1. તત્કાલ ટિકિટ કૈસિલેશન પર રિફંડ - તત્કાલ ટિકિટ કેંસિલ કરાવવામાં કોઈ પ્રકારનો રિફંડ નથી મળતો. તેથી જો કોઈ કારણસર યાત્રીને ટિકિટ કેન્સલ કરવી પડે તો તેને નુકશાન ઉઠાવવુ પડે છે. તેથી રેલ બજેટથી જનતાને આશા છે કે જો તત્કાલ ટિકિટમાં થોડુ રિફંડ મળે તો લોકો તેને કૈંસલ કરાવશે અને જેનો ફાયદો વેટિંગ લિસ્ટવાળાઓને મળશે. 
 
2. તત્કાલ ટિકિટ બુકિંગ - સર્વે મુજબ લોકોનું કહેવુ છે કે તત્કાલ ટિકિટનુ બુકિંગ ટ્રેન ઉપડવાન 48 કલાક પહેલા થવુ જોઈએ. સાથે જ આ એ સ્ટેશનથી થવુ જોઈએ જ્યાથી ટિકિટ બુક કરવામાં આવી છે.  આનાથી એક તો સવારે 10 વાગ્યે તત્કાલ ટિકિટ માટે ભારે ભીડ નહી થાય અને બીજુ કરપ્શન પણ ઓછુ થશે. 
 
3. સીટ પ્રમાણે ટિકિટ ચાર્જ - ટિકિટ બુકિંગ પહેલા લોકો સીટને વધુ પ્રાથમિકતા આપે છે. મતલબ દરેલ વ્યક્તિની પ્રથમ પ્રાથમિકતા હોય છે લોઅર બર્થ. આવા સમયે બીજા લોકોને ઉપરવાળી સીટ પર બેસવુ પડે છે. તેથી લોકોનુ કહેવુ છે કે રેલવેએ એવી સિસ્ટમ બનાવવાની જરૂર છે જેમા લોઅર બર્થ માટે મુસાફર કંઈક એક્સટ્રા રકમ આપે. સાઈડ અપર બર્થ માટે ટિકિટનુ મુલ્ય ઓછુ હોવુ જોઈએ. 
 
4. સામાન માટે ટ્રોલી - મુસાફરી કરનારા મુસાફરો પાસે ભારે લગેજ હોય છે. તેથી તેમને સ્ટેશન બહાર કુલીની મદદ લેવી પડે છે. જે ઘણા પૈસા લે છે. આ માટે સ્ટેશનો પર પણ એયરપોર્ટની જેમ ટ્રોલીઝની વ્યવસ્થા હોવી  જોઈએ. 
 
5. આ શહેરોની ટિકિટ મોંધી રહે - મેટ્રો સિટીઝ અને રાજ્યોની રાજધાનીયોના પ્લેટફોર્મ ટિકિટ મોંઘા હોવા જોઈએ. કારણ કે ફેસ્ટિવલ સીઝનમાં રેલવે તેમની જાહેરાત પર ખૂબ ખર્ચ કરે છે. પ્લેટફોર્મ ટિકિટનુ મુલ્ય ઓછામાં ઓછુ 50 રૂપિયા કરવુ જોઈએ. તેનાથી રેલવે ફેસ્ટિવ સીઝનમાં થનારુ નુકશાનની ભરપાઈ કરી શકે અને સાથે જ પ્લેટફોર્મ પર ભીડ પણ ઓછી કરી શકાશે. 

6. પોતાની પસંદની સીટ પસંદ કરવાની સ્વતંત્રતા - રેલ કોચમાં એયરલાઈંસના વેબ ચેક ઈન ની જેમ પોતાની પસંદની સીટ પસંદ કરવાની સુવિદ્યા હોવી જોઈએ. 
 
7. સારી ક્વોલિટીનુ ફુડ - મુસાફરી દરમિયાન ભોજનના સ્તરને શ્રેષ્ઠ બનાવવા પર જોર આપવુ જોઈએ.  બદલતી પરિસ્થિતિઓ સાથે લોકો સારા ભોજન માટે થોડા વધુ પૈસા ચુકવી શકે છે. 
 
8. નિયમિત મુસાફરો માટે પહેલાની જેમ જ થોડીક સ્કીમ્સ લોંચ કરવી જોઈએ. 
 
સર્વે એનાલિસિસ 
 
શુ તમને નવી ટ્રેનો જોઈએ કે પછી તમે વર્તમાન સિસ્ટમમાં જ સારી સુવિદ્યાઓ ઈચ્છો છો ? 
નવી ટ્રેનો - 20% 
સારી સુવિદ્યાઓ - 74% 
 
 
શુ તમને લાગે છે કે તત્કાલ ટિકિટ કેંસલ કરાવતા રેલવેએ થોડાક પૈસા પરત આપવા જોઈએ ? 
હા - 73% 
નહી- 15% 
 
તત્કાલ ટિકિટ બુક કરાવવી મુશ્કેલ/સરળ છે ? 
ખૂબ જ મુશ્કેલ - 40% 
મુશ્કેલ - 31% 
સરળ - 11% 
ખૂબ જ સરળ - 8% 
 
શુ તમે લાંબા અંતરની ટ્રેનોમાં વર્તમાન સફાઈ વ્યવસ્થાથી સંતુષ્ટ છો 
હા - 11% 
ના - 78% 
 
રેલ મુસાફરી દરમિયાન મળનારા ભોજનની ક્વોલિટીને તમે કેવી આંકશો ? 
સારી 13% 
ઠીક ઠીક - 23% 
ખરાબ - 56% 
 
શુ તમને લાગે છે કે સ્ટેશન પર કુલી તમારી પાસેથી વધુ પૈસા પડાવે છે ? 
હા - 67% 
ના - 20% 
 
રિઝર્વેશન કરાવતી વખતે તમારી પ્રથમ પસંદ કંઈ સીટ હોય છે ? 
લોઅર બર્થ - 51% 
અપર બર્થ - 14% 
સાઈડ લોઅર બર્થ - 19% 
સાઈડ અપર બર્થ -  7%