શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (13:15 IST)

કેન્દ્રીય અંદાજપત્ર વિશે અટકળો શરુ

નાણાપ્રધાન ૨૮ ફેબ્રુઆરીએ અંદાજપત્રની રજૂઆતમાં શું કરશે એ વિશે અત્યાર સુધીમાં અનેક અટકળો વહેતી થઇ છે અને અનેક અટકળો તર્કની ઘણી નજીક જણાઇ રહી છે.

બદલાયેલા સંજોગ અને બદલાતાં પરિબળો વચ્ચે એવી આશંકા જાગે છે કે સરકાર માટે બજેટમાં કદાચ દરેક વર્ગને સંતોષવાનું તો મુશ્કેલ બનશે જ, પરંતુ એ જ સાથે કદાચ એવું પણ બને કે દરેક વર્ગને અસંતોષની લાગણી થાય!

એક સંકેત એવા મળી રહ્યાં છે કે રિઝર્વ બેન્કની નોકરિયાતોને રાહત આપવાની અને એ રીતે અર્થતંત્રને વેગ આપવાની સલાહ આ વખતે સરકાર માન્ય કરશે.

અર્થાત આપણે એવી આશા તો રાખી શકાય કે આવકવેરાની મુક્તિમર્યાદામાં સહેજ વધારો થાય. ...પણ સબૂર ખુશ થવા જેવું નથી, કારણ કે સાથે એવી આશંકા પણ છે કે સરકાર સબ્સિડી પર મોટી કાચર ફેરવી દેશે.

પરિણામ એ આવશે કે એક તરફ ક્રૂડ વોરની રમત હવે પૂરી થવા આવી હોવાથી તેના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળશે અને મોંઘવારી આમઆદમીને ગ્રસી જવા મોઢું ફાડીને દોડતી આવશે.

બીજી તરફ પગાર વધશે પણ કરમુક્તિના સાધનો રદ થઇ ગયા હોવાથી બચત જેવો શબ્દ ભૂલી જવો પડશે. એ જ રીતે, સરકાર કદાચ મોટાભાગના ઉદ્યોગોને જોઇતી રાહતો આપશે.

કદાચ જીએએઆર સાથે એમઇટીમાં પણ જોઇતા ફેરફાર કરશે. જોકે, એ જ સાથે વિદેશી રોકાણકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ લાલ જાજમ પાથરીને મોટાપાયે લાભ કરાવી આપશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ભારે પડશે.

ખેર, આ તો શોર્ટ ટ્રેલર હતું અને જે નસીબ સારાં હોય તો ખોટું પણ પડી શકે છે. હવે આપણે વિવિધ ર્સોતોમાંથી ઉપલબ્ધ માહિતીને આધારે વધુ ચર્ચા કરીએ.

નિરીક્ષકો માને છે કે, આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સના દરોમાં મોટું પરિવર્તન આવવાની શક્યતા છે. સરકાર એક ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ ઊભુ કરવા અને ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટને મજબૂત કરવા આવા પગલાં લઈ શકે છે.

પર્સનલ ઈન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનાં ક્ષેત્રમાં સારા એવા પરિવર્તન પણ આવી શકે છે, જેનાથી લોકો અને કંપનીઓનાં હાથમાં વઘારે રકમ બચાવી શકે અને અર્થતંત્રને ગતિ મળે.

એક સરકારી કર્મચારીનાં જણાવ્યા પ્રમાણે આ વિષયમાં વિચાર વિમર્શ થઈ શકે છે. આનો મુખ્ય હેતુ ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ કરવાનો છે. વ્યક્તિગત આવકનાં સંબંઘમાં ટેક્સ સ્લેબ બદલાઈ શકે છે. બચત અને હાઉસીંગમાં ઇન્વેસ્ટમેન્ટને વધારવા ઇન્સેન્ટિવ આપી શકે છે.

પોતાના પહેલા બજેટમાં એનડીએ સરકારે એક્ઝમ્શન લિમીટને ૫૦,૦૦૦ રૂપિયા વધારી દીધી હતી. જોકે ત્યારે ટેક્સ માળખાને યથાવત રહેવા દેવાયું હતું. ઈન્વેસ્ટમેન્ટમાં ટેક્સ છુટ આપવાવાળા સેક્શન ૮૦સી અને હોમ લોન ઈન્ટરેસ્ટ પેમેન્ટની લિમીટ પણ ૫૦-૫૦ હજાર રૂપિયા વધારવામાં આવી હતી.

ટેક્સ રેવન્યુની સ્પીડ વધારવાની અને ડેવલપમેન્ટ માટે વઘારે ફંડ રાખવાની આવશ્યકતા છે, છતાં પણ સરકાર ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટને મજબુત કરવા માંગે છે, જેને અત્યારે ઈકોનોમી ફરી ઘડવાનો ક્વિક ફોર્મુલા ગણવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીની નજર પણ ઈન્વેસ્ટમેંટ સાયકલ કઈ રીતે આ સરકાર વધારી શકે એની પર છે. કંપનીઓ ઈચ્છે છે કે ટેક્સનાં નિયમોમાં સ્થિરતા આવે.

મોટા ભાગના અર્થનિરીક્ષકો માને છે કે આગામી બજેટમાં ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કર) માળખામાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે. સરકાર રોકાણ માટે સાનુકૂળ માહોલ તૈયાર કરવા અને ગ્રાહકોના સેન્ટિમેન્ટને પ્રોત્સાહન આપવા વ્યક્તિગત કરદાતા અને કંપનીઓના વેરામાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે.

જેટલીના બજેટમાં વ્યક્તિગત આવકવેરા અને કોર્પોરેટ ટેક્સના માળખામાં ધરખમ ફેરફારની શક્યતા છે. જેનો હેતુ લોકો અને કંપનીઓના ખર્ચપાત્ર નાણાંમાં વધારો કરવાનો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર બિનજરૂરી અવરોધો દૂર કરી રોકાણને પ્રોત્સાહન આપવા સક્રિય છે અને આ મુદ્દે વિચારણા ચાલી રહી છે.

આશાવાદીઓ કહે છે કે, ૨૮ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં વ્યક્તિગત કરદાતાના ટેક્સ સ્લેબમાં ફેરફાર ઉપરાંત, બચત અને હાઉસિંગ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવાની વિચારણા ચાલી રહી છે. સરકાર આ પગલાંથી ’કોમન મેન’ને તો રાહત આપશે જ, નાણાંકીય બચતને પણ વેગ આપવા માંગે છે.

જોખમની વાત એ જ છે કે સરકારને ખાધ પર અંકુશ રાખવા માટે નાણાં ભંડોળની આવશ્યકતા છે અને સામે રેવન્યુમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષે ટેક્સની આવક પ્રોત્સાહક રહી નથી.

આ ઉપરાંત, આગામી સમયમાં સરકારને વિકાસ યોજનાઓ માટે વધુ ભંડોળની જરૂર પડશે. એટલે વધુ રાહતનો અવકાશ ઓછો છે, પરંતુ સરકાર ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં સુધારો કરવાની યોજના ધરાવે છે.

આ બાબત અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા સૌથી મહત્ત્વનું ગણાય છે. રિઝર્વ બેન્ક સહિતના નાણાકીય ક્ષેત્રના નિયમનકર્તાઓએ ઘરગથ્થું બચતને પ્રોત્સાહન આપવાની તરફેણ કરી છે.

સત્તાવાર આંકડા પ્રમાણે બચતનો દર કુલ રાષ્ટ્રીય ખર્ચપાત્ર આવકના ૩૩ ટકાથી ઘટીને ૨૦૧૩-’૧૪માં ૩૦ ટકા થયો છે. જોકે, સરકાર ડાયરેક્ટ ટેક્સમાં કેટલી રાહત આપશે તેના પ્રમાણની કોઈ માહિતી મળી નથી.

એ જ રીતે, હજુ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) સહિત ઘણા આર્થિક સુધારાનો અમલ બાકી છે. જીએસટીમાં વિલંબને કારણે બિઝનેસ સેન્ટિમેન્ટ ખરડાયું છે. અન્ય એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર કેટલીક જટિલ ટેક્સ જોગવાઈમાં સ્પષ્ટતા લાવી માહોલ સુધારવાનો પ્રયાસ કરશે.