શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શુક્રવાર, 31 જુલાઈ 2009 (12:10 IST)

અમેરિકામાં 80 વર્ષની સૌથી મોટી મંદી

ઓગસ્ટ માસના આગમન સાથે જ અમેરિકી અર્થવ્યવસ્થા મંદીના 21 માં માસમાં પ્રવેશ કરી જશે. સુધારની આશાઓ વચ્ચે તે છેલ્લા 80 વર્ષની સૌથી મોટી મંદી છે.

સત્તાવાર રીતે અમેરિકા ડિસેમ્બર, 2007 માં મંદીમાં આવી ગયું હતું. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અમેરિકી સરકારે તમામ પ્રયત્નો કર્યો છે. સરકારે ત્યાં સુધી કે, 787 અરબ ડોલરનું ભારે ભરકમ રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું.

જો કે, અમેરિકા હજુ પણ નાણાકિય સંકટનું દબાણ સહન કરી રહ્યું છે, પરંતુ ફેડરલ રિજર્વે સંકેત આપ્યો છે કે, અર્થવ્યવસ્થામાં પડતીની ગતિ હવે ધીમી થઈ રહી છે.