ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 જુલાઈ 2014 (17:40 IST)

આ ટેબલેટ સાથે 1 વર્ષ સુધીનુ ઈંટરનેટ ફ્રી મળી રહ્યુ છે

જો તમને ટેબલેટ ખરીદવી છે અને તેમા ઈંટરનેટ ચલાવવુ છે તો ડાટાવિંડ ટેબલેટ ફાયદાનો સૌદો સાબિત થઈ શકે છે. કારણ કે કંપની પોતાના ડાટાવિંડ યૂબીસ્લેટ 7 સીઝેડ અને યૂબીસ્લેટ 3જી 7ની સાથે એક વર્ષ સુધી ફ્રી બીએસએનએલ ઈંટરનેટ ફ્રીમાં અનલિમિટેડ આપી રહી છે.  
અત્રે એ ઉલ્લેખનીય છે કે ડાટાવિંડ એ જ કંપની છે જે સરકાર દ્વારા પુરી પાડનાર આકાશ ટેબલેટ બનાવે છે. પણ આ કંપની હવે રિટેલ ક્ષેત્રમાં ઉતરી ચુકી છે અને પોતાના ટેબલેટ શાનદાર ઓફર સાથે રજૂ કર્યા છે. 
 
ડાટાવિંડ પોતાના આ બંને ટેબલેટ્સને દક્ષિણ ભારતમાં 500 રિટેલ આઉટલેટ્સ પર પુરા પાડી રહી છે. આ સાથે બીએસએનએલનુ અનલિમિટેડ ઈંટરનેટ 12 મહિના સુધી ફ્રીમાં આપવામાં આવી રહ્યુ છે. આ પહેલા કંપની પોતાના આ ટેબલેટ્સ ઓનલાઈન શોપિંગ પોર્ટલ્સ હેઠળ જ આપી રહી હતી. 
 
ડાટાવિંડ યૂબીસ્લેટ 7 સીજેડના ખાસ ફીચર્સ 
 
- 7 ઈંચની કેપેસિટીવ ટચસ્ક્રીન લાગેલી છે. 
- 1 ગીગાહડ્ઝ ડ્યુલકોર પ્રોસેસર, 2 જીબી ઈંટરનલ મેમોરી 512 એમબી રૈમ અને 2 એમપી મૈન તથા 0.3 એમપી ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. 
- 3જી, વાય ફાય, બ્લૂટૂથ 32 જીબી મેમોરી કાર્ડ જેવા કનેક્ટિવિટી ઓપ્શંસ આપવામાં આવ્યા છે. 
- એંડ્રોયડ 4.0 આઈસક્રીમ સેંડવિચ ઓએસ પર કામ કરે છે. 
 
ડાટાવિંડ યુબીસ્લેટ 3જી 7 ના ખાસ ફીચર્સ 
 
- 7 ઈંચની કેપેસિટીવ ટચસ્ક્રીન લાગેલી છે. 
- 1.2 ગીગાહડ્ઝ ડ્યુલકોર પ્રોસેસર, 4 જીબી ઈંટરનલ મેમોરી 512 એમબી રૈમ અને 2 એમપી કૈમેરા રિયર અને ફ્રંટમાં 0.3 એમપી કેમેરા આપવામાં આવ્યો છે. 
- એંડ્રોયડ 4.1 જેલીબીન ઓએસ પર કામ કરે છે.