શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (12:47 IST)

આજે જ કરી લો બેંકના જરૂરી કામ... આવતીકાલે બેંક અને પેટ્રોલ પંપની હડતાલ રહેશે

જો તમે ગાડીમાં પેટ્રોલ ભરાવવા માંગો છો કે પછી પૈસા કાઢવા કે બેંકના કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આજે જ કરી લો. સરકારની નીતિયોના વિરોધમાં સાર્વજનિક બેંક અને પેટ્રોલ પંપ બુધવારે હડતાલ પર કામકાજ ઠપ્પ કરશે. બે વર્ષથી 10મી વેતન સમજુતી ટાળવાના વિરોધમાં સાર્વજનિક બેંકોના કર્મચારી 7 જાન્યુઆરીના રોજ હડતાલ પર રહેશે. બેંક સંઘોના સંયુક્ત ફોરમ યુનાઈટેડ ઓફ બેંક યુનિયન્સના પ્રદેશ સંયોજક મહેશ મિશ્રાએ આ માહિતી આપી. મિશ્રાએ જણાવ્યુ કે 21 થી 24 જાન્યુઆરી સુધી પણ બેંક હડતાલ પર રહેશે.  
 
પેટ્રોલ-ડીઝલ પર વૈટ દરમાં 4 ટકા વધારાના વિરોધમાં પ્રદેશભરના પેટ્રોલ પંપો પર બુધવારે હડતાલ રહેશે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અધ્યક્ષ સુનીત બગઈએ જણાવ્યુ કે મંગળવારે રાત્રે 12 વાગ્યાથી પંપો પર કામકાજ બંધ કરી દેવામાં આવશે. જે આગામી 24 કલાક સુધી યથાવત રહેશે.  
 
કેન્દ્રીય સરકારની નીતિયોના વિરોધમાં દેશભરમાં સાર્વજનિક બેંક હડતાલ કરવાનુ મન બનાવી ચુકી છે. આ માટે બેંક સંગઠનોએ બધા કર્મચારીઓને 21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી હડતાલ કરવાનુ આહ્વાન આપ્યુ છે.