મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 જુલાઈ 2014 (16:04 IST)

આજે મત્સ્ય ખેડૂત દિવસઃ ગુજરાત માછલીના બિયારણ ક્ષેત્રે સ્વનિર્ભર છે

દર વર્ષે ૧૦ જુલાઈના દિવસને ભારત સરકાર દ્વારા મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પ્રો. હિરાલાલ ચૌધરી નામના મત્સ્ય વૈજ્ઞાનિકને સૌ પ્રથમ ૧૦ જુલાઈ ૧૯૫૭ના રોજ પ્રેરીત સંવર્ધન દ્વારા મીઠા પાણીની માછલીના બચ્ચા મેળવવાના પ્રયોગમાં સફળતા મળી હતી. આ ઐતિહાસિક બનાવની યાદમાં મત્સ્ય ખેડુત દિવસ ઉજવાય છે.

વર્તમાન સમયમાં વસ્તીમાં વધારો થતાં ખોરાકની માંગ વધી રહી છે. દુનિયાના મહતમ દેશો માછલીનો ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોવાથી અનાજ ઉપર ભારણ ઓછું રહે છે. માછલીની માંગ વધતા પુરવઠા વચ્ચેનું સંતુલન ખોરવાયું છે. ૧૯૫૦ના દાયકાથી વૈજ્ઞાનિકોએ મીઠા પાણીની માછલીની કેટલીક જાતો જેવી કે રોહુ, મૃગલ, કાલબાસુ (કે જે ઓછા સમયમાં માર્કેટેબલ સાઈઝ સુધી વૃદ્ધિ પામે છે.) જાતીનું નિયંત્રિત વાતાવરણમાં મર્યાદિત પાણીના જથૃથાવાળી જગ્યામાં  ઘર આંગણે વૈજ્ઞાનિક રીતે પ્રજનન કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આવા પ્રયોગો માટે દક્ષિણ એશિયાના દેશોનું વાતાવરણ અનુકૂળ હતું. અને વૈજ્ઞાનિકો પણ સક્રિય હતા. આ પ્રયોગમાં ભારતના પ્રો. હિરાલાલ ચૌધરી નામના મત્સ્ય વૈજ્ઞાનિકને પ્રેરીત સંવર્ધન દ્વારા મીઠા પાણીની માછલીના બચ્ચા મેળવવાના પ્રયોગને સફળતા મળી. જેની યાદમાં ભારત સરકાર દ્વારા ૧૦ જુલાઈને મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતમાં પીયોટ્રા, ઉકાઈ, લીંગડા, વાલોડ ખાતે સરકારી હેચરીઓ (માછલી સંવર્ધન કેન્દ્ર)માં સંવર્ધન દ્વારા મેળવેલ પ્રમાણિત બીયારણ મત્સ્ય ખેડૂતોને પૂરૃં પાડવામાં આવે છે જ્યારે ભરૃચ, સુરત, વલસાડ, કચ્છ જિલ્લામાં કેટલીક ખાનગી હેચરીઓમાં પણ બીયારણ  ઉત્પાદન કરી સરકારે નિયત કરેલ ભાવે મત્સ્ય ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે. આજથી ૨૫ વર્ષ પહેલાં ઉછેરવા લાયક માછલીનું બીયારણ કલકતા, બંગાળથી લાવવું પડતું હતું. જ્યારે આજે ગુજરાત માછલીના બિયારણ ક્ષેત્રે સ્વનિર્ભર છે.

ગુજરાતમાં સરકારી હેચરી (મત્સ્ય સંવર્ધન કેન્દ્ર) ઉપરાંત ખાનગી હેચરીઓમાં પણ માછલીનું બીયારણ ઉત્પન્ન કરી સરકારે નિયત કરેલ ભાવે મત્સ્ય ખેડૂતોને વેચાણ કરવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં ખાનગી રાહે એકમાત્ર વેસ્ટર્ન ઈન્ડિયન ફીશ હેચરીમાં બીયારણનું ઉત્પાદન થાય છે. ભુજ તાલુકાના રાયધણ પર ખાતે આવેલ આ હેચરીમાં સરેરાશ ૫૦ હજાર બીયારણનું દૈનિક વેચાણ છે. મીઠા પાણીની માછલીઓનું ઉત્પાદન અને બીયારણ વેચાણમાં કચ્છની એકમાત્ર હેચરી સમગ્ર ગુજરાતમાં બીજા સૃથાને છે. અહીંના ફાધર જેસન વધુ વિગતો આપતા જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના મત્સ્ય ખેડૂતો માછલીના બીજ લઈ પોતાના ઘરની કુલડીઓ આૃથવા ગામના તળાવોમાં મત્સ્ય ઉત્પાદન કરી સારી એવી આવક રળે છે. કચ્છની આ એકમાત્ર હેચરીમાં રાહુ, મરગલ, ગ્રાફકાર્પ, કોમન કાર્પ, ગ્રાસ સિલ્વર, ગૃગળ જેવી કેટલીક મીઠા પાણીની માછલીઓનું વૈજ્ઞાાનિક ઢબે ઉત્પાદન મેળવવામાં આવે છે.

વૈજ્ઞાનિક ઢબે પ્રજનન પ્રક્રિયામાં ઈંડાવાળી માદા માછલીઓ અને પરિપકવ નર માછલીઓને નર્સરીમાં કૃત્રિમ વાતાવરણ ઊભું કરી રાખવામાં આવે છે. તેને પીચ્યુટરી હોર્મોન્સના ઈન્જેકશન આપી નર-માદાને પ્રેરિત કરવામાં આવે છે. બાદમાં ફરતા પાણીવાળી સરકયુલર હેચરીમાં રાખી માદા ઈંડા છોડે છે અને તેનાથી બે ગણી સંખ્યામાં રાખવામાં આવેલ નર વીર્ય છોડી આ ઈંડાને ફલિત કરે છે. જે ૭૨ કલાક સતત હેચરીમાં ફરતા રહી તેનાથી બચ્ચા બહાર આવે છે. આમ, પ્રેરિત સંવર્ધન દ્વારા માછલીનું પ્રજનન કરાવી ઈચ્છિત જાતની માછલીના જરૃરિયાત પ્રમાણે બચ્ચા ઉત્પાદન કરી શકાય છે.