ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2014 (16:55 IST)

ઇલેકટ્રોથર્મ અને બૈંકો વચ્ચે ગડબડીયું ઇલું-ઇલું, સીબીઆઈએ તપાસ હાથ ધરી

અમદાવાદની ઇલેકટ્રોથર્મ કંપનીના ડિરેકટર્સ સામે સીબીઆઈએ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કંપનીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સિવાય અન્ય જુદી જુદી બેન્કોમાંથી કોઇ લોન મેળવી હતી કે કેમ તે વિશે કંપનીના વ્યવહારો અને બેંકોએ સંભવત: આપેલા ધિરાણ વિશે સીબીઆઈએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી કરોડોનું ધિરાણ મેળવ્યા બાદ હપ્તાના કોઈ નાણાં ન ચૂકવતા ઇલેકટ્રોથર્મ કંપનીના ડિરેકટર્સ સામે સીબીઆઈએ છેતરપિંડીનો ગુનો નોંઘ્યા બાદ કંપનીની અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને કરછ ખાતેના યુનિટ્સમાં સીબીઆઈએ દરોડા પાડયા હતા. સીબીઆઇએ બીજી ઓગસ્ટે સિન્ડીકેટ બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર એસ. કે. જૈનની કથિત લાંચ આપવા બદલ અને કેટલીક કંપનીઓને ક્રેડિટ ફેસેલિટી આપવા બદલ ધરપકડ કરી હતી.આ જ કેસમાં સીબીઆઇએ અન્ય ૧૧ લોકોની ધરપકડ કરી હતી. આના પરથી જુદી જુદી બેંકોની એનપીએ વિશેનો મામલો બહાર આવ્યો હતો અને તે સિલસિલામાં જ સીબીઆઇએ ઇલેકટ્રોથર્મ સામે તપાસ શરૂ કરી છે.