શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 22 એપ્રિલ 2014 (11:32 IST)

એચટીસીએ પોતાનો સૌથી સસ્તો સ્માર્ટફોન રજૂ કર્યો

સ્માર્ટફોન કંપની એચટીસીએ દુનિયાભરમાં પોતાના સૌથી સસ્તો સ્માર્ટફોન ડિઝાયર 210 રજૂ કરવાની જાહેરાત આજે જેની કિમંત 8700 રૂપિયા મુકવામાં આવી છે. કંપની ભારતમાં પોતાની બજાર ભાગીદારી આગામી બે વર્ષમાં બમણા કરવાનુ લક્ષ્ય લઈને ચાલી રહી છે. 

એચટીસીના અધ્યક્ષ શિયાલિન ચાંગે અહી આ માહિતી આપી. તેમણે કહ્યુ, અમે વર્ષ દરમિયાન ભારતીય બજારમાં 10000 રૂપિયાથી ઓછી કિમંતનો સ્માર્ટફોન રજૂ કરવા વિશે વિચારી રહ્યા હતા. જો આપણે આ મોરચામાં સફળ રહ્યા તો તેને બહાર પણ લાગૂ કરી શકાય છે. તેમણે કહ્યુ કે કંપનીની વર્તમાન બજાર ભાગીદારી લગભગ 6-7 ટકા  છે. એચટીસી ડિઝાયર 210 એડ્રાયડ જેલી બીન પર આધારિત ડુએલ સિમ ફોન છે જેમા 5 મેગાપિક્સલનો કેમેરા છે.