બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 સપ્ટેમ્બર 2014 (15:26 IST)

એટીએમમાંથી ૧ મહિનામાં પાંચથી વધુ વખત રકમ ઉપાડવા પર બેન્‍કો મનફાવે તેટલો ચાર્જ વસુલ કરશે

હાલ દેશભરમાં તહેવારો-ઉત્‍સવોનો આનંદપૂર્વક માહોલ છવાયેલો છે ત્‍યારે અવનવી ચીજ-વસ્‍તુઓની બજારમાં ખરીદી કરવા ગયેલા લોકોને એ વાતથી બહુ ગિન્નાયેલા રહે છે કે નોન-બેન્‍ક એટીએમમાંથી એકસાથે ૧૦ હજાર રૂપિયા ઉપાડવા પણ શકય નથી ફકત આટલી રકમ ઉપાડવા માટે પણ એક કરતા વધારે વખત એટીએમ યુઝ કરવું પડે છે. આ સંજોગોમાં તો ગ્રાહકોની તકલીફો અને બેન્‍કની ‘ફી' આવક વધી જશે કારણ કે ભારતીય રીઝર્વ બેન્‍કના સકર્યુલર મુજબ ૧ નવેમ્‍બર બાદ બેન્‍કો તેમના એટીએમમાંથી ૧ મહિનામાં પાંચથી વધુ વખત રકમ ઉપાડવા પર મનફાવે તેટલો ચાર્જ વસુલ કરશે. બીજી બેન્‍કોના એટીએમનો દર મહિને ૩ વખત ઉપયોગ ફ્રી રહેશે. પોતાની બેન્‍કના એટીએમમાં છઠ્ઠા ટ્રાન્‍ઝેકશનથી વધુ ઉપયોગ કરનાર ગ્રાહકોએ ૧પ-ર૦ રૂપિય સુધીનું એકસ્‍ટ્રા પેમેન્‍ટ કરવું પડશે.

   બેન્‍કના મેનેજીંગ ડાયરેકટર અને ચીફ એકસેકયુટીવ ઓફીસર રમેશ સોબતીના જણાવ્‍યા મુજબ ‘બેન્‍કો માટે એટીએમમાં પૈસા જમા કરવાનું ખર્ચા રહેતું હોય જો ગ્રાહકને મોટી રકમ ઉપાડવી હોય તો તેમણે પોતાની બેન્‍કના એટીએમમાંથી નાણાં ઉપાડવા જોઇએ. બીજો વિકલ્‍પ એ રહે છે કે તમારે પોતાની બેન્‍કની બ્રાન્‍ચમાં જતું રહેવું, મને લાગે છે કે આને લીધે સ્‍થિરતા આવશે અને નુકસાન પણ નહીં થાય. કસ્‍ટમર ટ્રાન્‍ઝેકશનમાં કોન્‍સોલીડેશન થઇ જશે.

   જો તમે તમારી બેન્‍ક સિવાયની અન્‍ય બેન્‍કનું એટીએમ વાપરશો તો બેન્‍કને દર ટ્રાન્‍ઝેકશન પર ૧પ રૂપિયાની ઇન્‍ટરચેન્‍જ ફી આપવાી પડશે. અન્‍ય બેન્‍કમાંથી નિઃશુલ્‍ક ટ્રાન્‍ઝેકશનની સંખ્‍યામાં કાપ મૂકવામાં આવ્‍યો છે તે ફકત છ મેટ્રો રહેશે-મુંબઇ, દિલ્‍હી, ચેન્નઇ, કોલકાતા, બેન્‍ગલુરૂ અને હૈદરાબાદમાં લાગે થશે. જોકે તમારી બેન્‍કના એટીએમમાંથી નિઃશુલ્‍ક ટ્રાન્‍ઝેકશન પરનો કાપ સમગ્ર દેશમાં લાગુ પડશે.

   ટેકપ્રોસેસ પેમેન્‍ટ સર્વિસીઝના સીઇઓ કુમાર કાર્પી કહે છે કે એટીએમની નિર્ધારીત અને ઓપરેટીંગ કોસ્‍ટ રહેતી હોય છે. એટીએમ લગાવવાના પ૦-૬૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે જે વિસ્‍તાર મુજબ વધી શકે છે. દરેક ટ્રાન્‍ઝેકશન પર ૧પ-ર૦ રૂપિયાનો ચાર્જ બરાબર કહેવાય. તેનાથી ગ્રાહકો કાડર્સ (ક્રેડીટ-ડેબીટ) અને ઇન્‍ટરનેટ જેવા વૈકલ્‍પિક ચેનલોનો ઉપયોગ કરવા પ્રેરાશે.


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.