ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2009 (11:33 IST)

એર ઈંડિયાને ઉગારશે સરકાર:પ્રફૂલ્લ પટેલ

નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલી વિમાની કંપની એર ઈંડિયાને ઉગારવા માટે સરકારે પોતાનાથી બનતી મદદ પૂરી પાડાવાનો વાયદો કર્યો છે. એર ઈંડિયાને તાજેતરમાં 7200 કરોડનો જંગી ફટકો પડ્યો છે.

આ મામલે નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાં કહ્યુ હતું કે તેમણે આ પ્રશ્ને વડાપ્રધાન મનમોહનસિંઘ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 'એર ઈંડિયા રાષ્ટ્રીય ગૌરવ છે અને તેને મુસુબતમાંથી ઉગારવા માટે સરકાર બનતી બધી જ મદદ પૂરી પાડશે.'

પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સરકાર ઇક્વિટી પ્રમાણે રોકાણ કરવા ઉપરાંત એર ઈંડિયાને ઓછા વ્યાજદરે ધિરાણ આપીને મદદ કરવા ઈચ્છે છે. એર ઈંડિયા પોતાનું જાહેર એકમનું સ્વરૂપ જાળવી રાખશે અને વિનિવેશ નહીં થાય.